Gujarat Weather: અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોનો પારો 41 ડિગ્રીને પાર, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોનુ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. વળી, ઘણી જગ્યાએ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અમદાવાદ, આણંદ અને બનાસકાંઠામાં રાતના સમયે ગરમીની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 41.1 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, અમરેલી 40 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં પણ 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી. તેમજ આગામી 24 કલાક પછી અમુક સ્થળોએ તાપમાન 1થી 2 ડિગ્રી ઘટી શકે છે.
હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં આગ ઝરતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જે દરમિયાન તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારાા કામ વિના ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. તંત્ર દ્વારા પાણી, લીંબુ પાણી, છાશ જેવા શરીરને ઠંડક આપે તેવા પ્રવાહી વધુ લેવા સલાહ આપવામાં આવી છે.
ગરમીના અસહ્ય ત્રાસ દરમિયાન તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે સોનગઢ તાલુકાના ગામોમાં માવઠુ પડ્યુ હતુ. વરસાદી છાંટા પડતા રસ્તા ભીના થઈ ગયા હતા અને કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ.












Click it and Unblock the Notifications
