Gujarat Weather: હવામાનમાં પલટો, ઠંડી ઘટશે, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarart Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીનુ પ્રમાણ ઘટવાની સંભાવના છે. પવનની દિશા બદલાવાના કારણે ગુજરાતના તાપમાનમાં વધારો થઈ શકે છે.

ગુજરાતના અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય છે પરંતુ તેની કોઈ અસર ગુજરાત કે તેની આસપાસના વિસ્તારોમાં થવાની સંભાવના નથી.

cold

તેમણે વધુમાં જણાવ્યુ કે આ અઠવાડિયામાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. વરસાદની કોઈ આગાહી નથી. રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનનો પારો વધી શકે છે. આઈએમડી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે. પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો જશે. 24 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.

રાજ્યના તાપમાનની વાત કરીએ તો નલિયામાં 10 ડિગ્રી, અમદાવાદમાં 16, વડોદરામાં 16.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. આવતીકાલે તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે. 16 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડી વધશે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાદળા આવશે. 24 કલાકમાં વાદળો ઉત્તર કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X