Gujarat Weather: ગુજરાતમાં વધી રહ્યો છે ગરમીનો પારો, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીનુ પ્રમાણ આંશિક રીતે ઘટ્યુ હતુ. જો કે, હવે આગામી દિવસોમાં પારો ઉંચકાશે અને આગ ઝરતી ગરમી માટે લોકોએ તૈયાર રહેવુ પડશે.

ગુજરાતમાં 44 ડિગ્રીએ પહોંચી ગયેલુ તાપમાન છેલ્લા થોડા દિવસોમાં 40 ડિગ્રીથી નીચે જતુ રહેતા લોકોને આંશિક રાહત મળી હતી. ગુજરાતના વિવિધ ભાગોમાં 30થી 39 ડિગ્રી સુધી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

heat

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસમાં રાજ્યનુ વાતાવરણ સૂકુ રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન 40 ડિગ્રી તાપમાન રહી શકે છે.

આઈએમડી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસોમાં તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

કાળઝાળ ગરમી દરમિયાન ડાંગ જિલ્લામાં વાતાવરણ પલટાયુ હતુ. ગઈકાલે વહેલી સવારે આહવા ખાતે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગુજરાતના અલગ-અલગ શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદ, કંડલા અને અમરેલીમાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 38.6 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી, ભાવનગરમાં 38.2 ડિગ્રી, રાજકોટમાં 38.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.7 ડિગ્રી, દ્વારકામાં 30.6 ડિગ્રી અને મહુવામાં 38.8 તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

હવામાન નિષ્ણાત દ્વારા 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 4 મે સુધી ગરમીમાં ઘટાડો થઈ શકે છે. વળી, રાજ્યમાં મે મહિનામાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X