Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં પલટો, સૂસવાટાભેર પવન, ઠંડીનો ચમકારો, ઘણી જગ્યાએ માવઠાની સંભાવના

Gujarat Weather: હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે. વળી, તેમણે જણાવ્યુ કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં અરબ સાગરમાંથી ભેજ લઈને પવન આવી રહ્યો છે, જેના કારણે વરસાદની સંભાવના છે. ઘણી જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે. જો કે, પવનની ગતિ વધુ હોવાથી વાદળા બંધાવા છતાં તે જતાં પણ રહેશે. આ દરમિયાન અમુક જગ્યાએ સામાન્ય વરસાદ થઈ શકે છે.

cold

આઈએમડી મુજબ ગુજરાતમાં હાલમાં પૂર્વ-ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબ સાગરમાંથી અપર લેવલમાં ભેજ આવવાના કારણે આગામી 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં બરફ પડવાના લીધે મેદાની વિસ્તારોમાં ઠંડીનુ પ્રમાણ વધ્યુ છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી નીચે જતા બરફની ચાદર છવાઈ ગઈ હતી. ઘાસ, ફૂલો, પાંદડા અને વાહનો પર બરફના થર જામી ગયા હતા.

રાજ્યમાં 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 15.5 ડિગ્રી, ડીસામાં 12.8 ડિગ્રી, ભૂજમાં 14.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 12.4 ડિગ્રી, દ્વારકામાં 19.5 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, સુરતમાં 20.8 ડિગ્રી, રાજકોટમાં 15.4 ડિગ્રી નોંધાયુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 26.2 ડિગ્રી, ડીસામાં 27.5 ડિગ્રી, ભૂજમાં 27 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 28.2 ડિગ્રી, દ્વારકામાં 27 ડિગ્રી, વડોદરામાં 27 ડિગ્રી, સુરતમાં 28.2 ડિગ્રી, રાજકોટમાં 28.7 ડિગ્રી નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X