Gujarat Weather: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, ઠંડી પણ વધશે

Gujarat Weather: ગુજરાતમાં હાલમાં ઠંડી અને ગરમીની સાથે હવે વરસાદની પણ સંભાવના હવામાનની આગાહીમાં વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં બે દિવસ માટે વરસાદની સંભાવના છે તેમ હવામાનના લેટેસ્ટ અપડેટમાં જણાવવામાં આવ્યુ છે.

હવામાનની આગાહી મુજબ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની સંભાવના છે. હવામાનની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. જીરુ અને ઘઉંના પાકને નુકશાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

rain

આઈએમડીના જણાવ્યા મુજબ 24 કલાક હવામાન સૂકુ રહેશે. ત્યારબાદ એટલે કે 1 અને 2 માર્ચના રોજ રાજ્યમાં અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. પહેલી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પાટણ, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની, બીજી માર્ચે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની સંભાવના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન વાદળછાયુ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પડવા સાથે અરબ સાગરમાં મોજા ઉછળશે. વળી, 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. સાવચેતીના પગલાં રુપે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઠંડીનો ચમકારો પણ અનુભવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X