Gujarat Weather: ગુજરાતમાં ઠંડી, ગરમી અને હવે વરસાદની પણ સંભાવના, જાણો હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં હાલમાં જ્યાં શિયાળો જતા પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યાં હવે હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં ઠંડી અને ગરમીની બેવડી ઋતુ દરમિયાન ઉત્તર ભારત પરથી પસાર થનાર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી બેથી ચાર દિવસ સુધી ઠંડીનો અનુભવ થશે. ત્યારબાદ ધીમે-ધીમે તાપમાનનો પારો વધશે. રાજ્યમાં 19થી 21 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની સંભાવના છે. રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદના સામાન્ય ઝાપટા પડી શકે છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા, વળી, મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડા તેમજ કચ્છના અમુક ભાગોનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
