ગુજરાતમાં ઠંડીનો ચમકારો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં ઘટાડો, જાણો જાન્યુઆરીમાં કેવી રહેશે ઠંડી?
Gujarat Weather: ગુજરાતમાં લાંબા સમયની રાહ જોયા બાદ હવે ધીમે-ધીમે શિયાળો જામી રહ્યો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઠંડીના જોરમાં વધારો થયો છે. ખાસ કરીને ગાંધીનગર અને અમરેલીમાં ઠંડીનો ચમકારો સૌથી વધુ અનુભવાયો છે, જ્યાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.

કયા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું?
હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું છે.
શહેર | તાપમાન (સેલ્સિયસ)
ગાંધીનગર | અમરેલી,13.0°
ડીસા | 14.4°
પોરબંદર | 14.5°
રાજકોટ | 15.0°
અમદાવાદ | કેશોદ,15.3°
વડોદરા | કંડલા,15.4°
નલિયા | 15.6°
સુરત | 16.4°
કમોસમી વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર માત્ર ઠંડી પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની પણ શક્યતા છે. આગામી 24 કલાકમાં કચ્છના પશ્ચિમ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત:
- ઉત્તર ગુજરાત: પાટણ અને બનાસકાંઠામાં હળવા વરસાદની શક્યતા.
- સૌરાષ્ટ્ર: દ્વારકા, જામનગર અને મોરબી પંથકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો ચમકારો
ચાલુ વર્ષે ડિસેમ્બરના અંત સુધી જેવી જોઈએ તેવી ગાત્રો થીજવતી ઠંડી પડી નથી. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ ઠંડીનું જોર પકડાઈ શકે છે. 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં ઠંડીનું મોજું ફરી વળવાની પૂરી શક્યતા છે.












Click it and Unblock the Notifications
