હવામાન સમાચાર: ભારે વરસાદના પગલે મુખ્યમંત્રીએ યોજી બેઠક, આપ્યા આ આદેશ, લીધા પગલા

Gujarat Weather Update હવામાન સમાચાર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર્સ મ્યુનિસિપલ કમિશ્નર્સ તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર્સ અને મ્યુન્સિપલ કમશ્નર્સને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.

કલેક્ટર્સને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે, નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે.

આ સાથે પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબત પણ અગ્રતા આપવા સૂચના આપી હતી. આ હેતુસર NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી.

Gujarat Weather Update

રાજ્યમાં અત્યાર સુધીમાં 17827 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.

અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી.

આ અનુસાર સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ 63.36 મીમી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે.

આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં 356 મીમી નોંધાયો છે.

સોમવારે, 26 ઓગસ્ટના સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મીમી વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ 91.88 ટકા વરસાદ થયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી.

આ અનુસાર રાજ્યના 206 જળાશયોમાંથી 100 ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે, અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે.

સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74 ટકા એટલે કે 296459 MCFT પાણીનો જથ્થો છે.

મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.

સમગ્ર રાજ્યમાં 7009 ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી 6977 ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે, અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે.

એટલું જ નહીં 6090 વીજ પોલને થયેલા નુકસાનમાંથી 5961 રિપેર કરી દેવાયા છે.

મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.

રાજ્યમાં હાલ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને સમગ્ર તયા 523 માર્ગો બંધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી.

હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે, અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.

આ અનુસાર મુખ્યમંત્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટર્સને એલર્ટ રહેવા સૂચના આપી હતી.

મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર્સ સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકો ના કરવામાં આવેલા સ્થળાંતરની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સુચનાઓ આપી હતી.

તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેક્ટર્સ અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો NDRF હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X