Gujarat Weather Update : રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાના લોકો રહે સાવધાન
Gujarat Weather Update : રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં 398 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, જે કારણે અનેક જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાયો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં પૂર પ્રભાવિત લોકોને મળ્યા હતા અને પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ સાથે પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારીમાં રાહત અને બચાવ માટે NDRF અને SDRFની ટીમો મોકલવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જે કારણે ગાંધીધામ રેલવે સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીના પ્રવાહમાં ફસાયેલા ત્રણ લોકોને કલેક્ટર અમિત અરોરાની દેખરેખ હેઠળ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળસપાટી સતત વધી રહી છે. નદીના પાણી સાથે વહી જતા એક મગર રોડ પર આવી ગયો હતો, જેને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે.
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ પાણી ભરાઇ જવાની ઘટનાઓ સામે આવી હતી. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ સેન્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે, શનિવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 398 મીમી, વલસાડના કપરાડામાં 247 મીમી, અંજાર કચ્છમાં 239 મીમી, નવસારીના ખેરગામમાં 222 મીમી વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે તાકીદની બેઠક બોલાવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જૂનાગઢ અને કચ્છના જિલ્લા કલેકટર સાથે વાત કરીને મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કામગીરીની જાણકારી મેળવી હતી.
વાયુસેનાએ શનિવારના રોજ જૂનાગઢમાં બે લોકોને બચાવ્યા છે, આ લોકો ભારે વરસાદને કારણે જૂનાગઢમાં પૂરની વચ્ચે કેટલાક કલાકો સુધી ઇલેક્ટ્રિક થાંભલા પર ચોંટી ગયા હતા. કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે, શુક્રવારની સાંજે બંને ગામના લોકો તેમના ખેતરમાં ગયા હતા. વરસાદને કારણે ત્યાં ફસાઇ ગયા હતા.
વિસ્તારમાં પાણી ભરાઈ જતાં બંને ઈલેક્ટ્રીક પોલ પર ચઢી ગયા હતા. જ્યારે બંનેએ મોબાઈલ ફોન દ્વારા આ માહિતી આપી ત્યારે તે NDRFને મોકલવામાં આવી હતી, પરંતુ જ્યારે તેમને બચાવવા મુશ્કેલ છે, તેવી જાણ થઇ, ત્યારે NDRF રાજ્ય સરકાર પાસે મદદ માંગી હતી. રાજ્ય સરકારના સંકલનમાં હેલિકોપ્ટરને જામનગર એર સ્ટેશનથી રવાના કરવામાં આવ્યું હતું. આ પછી બંનેને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
ભારતીય હવામાન વિભાગ દ્વારા 4 જુલાઈ સુધી ગોવાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે 65 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન પણ ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી ત્રણ-ચાર દિવસ મુંબઈ, પાલઘર, થાણેમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
