Gujarat Weather Update: ગુજરાતમાં થશે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ભારતીય હવામાન વિભાગ દ્વારા પોતાના લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. હવામાન દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહે 10 અને 11મી એપ્રિલના રોજ હળવા વરસાદની સંભાવનાની આગાહી કરવામાં આવી છે.
IMD મુજબ આગામી 5 થી 9 એપ્રિલ સુધીના પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. IMD બુલેટિન મુજબ, 10મી એપ્રિલે ગુજરાત પ્રદેશના દાહોદ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

11 એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નર્મદા અને છોટા ઉદેપુરના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
