Gujarat Weather Update: સતત બીજા દિવસે પણ ગુજરાતમાં નોંધાયો કમોસમી વરસાદ
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. આજે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડ્યો હતો. આ સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.
અંબાજીમાં સતત બીજા દિવસે વીજળીના ચમકારા સાથે વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની જાણ કરવામાં આવી હતી, જેના કારણે ખેડૂતોમાં સંભવિત પાકના નુકસાન વિશે ચિંતા વધી હતી, ખાસ કરીને કેરીના પાકને નુકસાનની સંભાવના છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણમાં વરસાદની સાથે કરા પડતાં રામપરા, ટીંબા, વાઘેલા અને માલોદ જેવા વિસ્તારોને અસર થઈ હતી. જ્યારે કમોસમી વરસાદે રહેવાસીઓને ગરમીથી રાહત આપી છે, ત્યારે ખેડૂતો તેમના પાક પર વાવાઝોડાની અસરથી ચિંતિત છે.

સુરેન્દ્રનગર શહેરમાં જાહેરાતના હોલિંડ તૂટીને પોસ્ટર વીજ વાયર પર લાગી જતા ઘણા વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. જે બાદ PGVCLના કર્મચારીઓએ તાત્કાલિતધોરણે હોલ્ડિંગ દૂર કરી વીજ પૂરવઠો પુનઃપ્રસ્થાપિત કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ડાંગ અને કચ્છના વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, આ સાથે હીટવેવની ચેતવણી પણ આપવામાં આવી છે.
લેટેસ્ટ IMD બુલેટિન મુજબ અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને ખેડામાં આવતીકાલે સવાર સુધી વરસાદની શક્યતા છે. આ દરમિયાન અમદાવાદ, આણંદ અને ખેડામાં 17 મેના રોજ સવારે 8:30 કલાક સુધી વરસાદની શક્યતા છે.












Click it and Unblock the Notifications
