Gujarat Weather: હવામાનમાં આવશે પલટો, ઠંડી વધશે, માવઠાની સંભાવના, જાણો આગાહી
Gujarat Weather: ગુજરાતમાં હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ઘણા શહેરોનુ તાપમાન 11 ડિગ્રી આસપાસ છે. અમદાવાદનો પારો ઘટીને નલિયા જેટલો થઈ ગયો છે. આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. જો કે, ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 11.5 ડિગ્રી, નલિયામાં 11.4 ડિગ્રી, ડીસામાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, સુરતમાં 14.6 ડિગ્રી, કંડલામાં 15 ડિગ્રી, દ્વારકામાં 18.2 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાન અમદાવાદમાં 28.3 ડિગ્રી, નલિયામાં 29.4 ડિગ્રી, ડીસામાં 28.7 ડિગ્રી, ગાંધીનગરમાં 27 ડિગ્રી, વડોદરામાં 28.8 ડિગ્રી, સુરતમાં 29.6 ડિગ્રી, કંડલામાં 28.2 ડિગ્રી, દ્વારકામાં 25.4 ડિગ્રી, રાજકોટમાં 30.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 29.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરુઆતમાં ઠંડી વધશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે. વળી, જાન્યુઆરીના અંતમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની સંભાવના છે. જેના પરિણામે ગુજરાતમાં સવાર-સાંજ તીવ્ર ઠંડી અનુભવાશે. પારો 10 ડિગ્રીથી નીચો જશે. 24થી 26 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
