Gujarat Weather: ઠંડી વધશે કે ઘટશે? હવામાન વિભાગે આગામી 5 દિવસની કરી આગાહી
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ ઘટવાની સંભાવના છે. વળી, તાપમાનમાં વધુ મોટા ફેરફાર થવાની સંભાવનાને પણ ન હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આઈએમડી મુજબ આગામી 5 દિવસ તાપામાનમાં ઘટાડો થવાની સંભાવના નથી. વળી, રાજ્યમાં અમુક સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદની કોઈ સંભાવના નથી.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી અને વાદળછાયુ વાતાવરણ પણ અમુક જગ્યાએ જ રહેશે. 2-3 દિવસ પછી તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાનની આગાહી મુજબ આ વર્ષે ઠંડીનુ જોર ઓછુ રહેશે.
બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ જશે. જેના કારણે 18 ડિસેમ્બર પછી ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. ત્યારબાદ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે. જેના કારણે ડિસેમ્બરના અંતમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડી શકે છે.












Click it and Unblock the Notifications
