ગુજરાત હાઉસિંગ બોર્ડ દર વર્ષે સસ્તા દરના 40000 મકાનો બાંધશે
અમદાવાદ, 2 ઓગસ્ટ : ગુજરાત હાઉસિંગ બોર્ડે જાહેરાત કરવામાં આવી છે કે તે ઓછી અને મધ્યમ આવકવાળા ગ્રુપના લોકોને પરવડી શકે એવા સસ્તા દરના ઘરોનું નિર્માણ હવેથી દર વર્ષે કરશે.
જીએચબીના ચેરમેન જયંતિ બારોટે જણાવ્યું કે ગરીબ, ઓછી તથા મધ્યમ આવકવાળા જૂથના લોકોને પરવડી શકે એવા આવાસ પૂરા પાડવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડે સસ્તા દરના ઘરો બાંધવાનું શરૂ કરી દીધું છે. અમારું લક્ષ્યાંક દર વર્ષે 25,000 થી 40,000 જેટલા સસ્તા દરના ઘરો બાંધવાનું છે.

જીએચબીએ હાલ સુરત, રાજકોટ અને વડોદરામાં 2,132 ઘરો બાંધવાની શરૂઆત કરી દીધી છે. આ ઘરોનું બાંધકામ દોઢેક વર્ષમાં પૂરું થવાની ધારણા છે. જીએચબી અમદાવાદ, સાણંદ, મહેમદાવાદ, ભરૂચ, વલસાડ, જામનગર અને ભૂજમાં પણ ઘરો બાંધવાની યોજના ધરાવે છે.
જીએચબી રાજકોટમાં મુંજકા ખાતે, વડોદરામાં તરસાલી અને સુરતમાં ગણેશપુરામાં લૉ ઈન્કમ ગ્રુપ તથા મીડિયમ ઈન્કમ ગ્રુપ માટે 13 માળના સંકુલમાં ફ્લેટ્સ બાંધે છે. આ ફ્લેટ રૂપિયા 9 લાખથી લઈને રૂપિયા 19.75 લાખની કિંમતે ફાળવવામાં આવશે. જીએચબી ઘરો માટેના અરજી પત્રોનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અરજદારો ઓનલાઈન અરજી પણ નોંધાવી શકશે.












Click it and Unblock the Notifications
