ગુજરાત નવી રમત નીતિ બનાવશે : નરેન્દ્ર મોદી

આજે સવારે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ખેલ મહાકુંભ 2012 માટેની મશાલ જ્યોત રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે આ પ્રસ્થાન કરાવતા સમયે રમતગમતને સ્પર્ધારૂપે નહીં પણ સમસ્ત સમાજ જીવનના સહજ હિસ્સા તરીકે વિકસાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
આગામી ખેલ મહાકુંભ 2012-13ની પૂર્વ તૈયારીરૂપે 18 દિવસ સુધી આ મશાલ જ્યોત યાત્રા ગુજરાતભરમાં 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત'નો સંદેશ લઇને પરિભ્રમણ કરશે. આ વર્ષે 21 જેટલી રમતો માટે વિક્રમસર્જક 21 લાખ ખેલાડીઓએ ભાગ લેવાની નોંધણી
કરાવી છે.
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રમતમાં સ્પર્ધા કે હારજીતનું નહીં પણ ખેલદિલીના તંદુરસ્ત વાતાવરણનું મહત્વ છે અને ખેલ મહાકુંભથી ખેલદિલીની પ્રતિષ્ઠા વધશે, ખેલાડીઓની રમતગમત કૌશલ્યની શકિતઓનો આત્મવિશ્વાસ વધશે.












Click it and Unblock the Notifications
