ગુજરાતમાં જાન્યુઆરી 2014માં યોજાશે નેશનલ વાઇબ્રન્ટ એજ્યુકેશન સમિટ
અમદાવાદ, 22 ઓક્ટોબર : ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સફળતાને પગલે હવે જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં નેશનલ વાઇબ્રાન્ટ એજયુકેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ 10 અને 11 જાન્યુઆરી, 2014માં યોજવામાં આવશે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાનારી નેશનલ વાઇબ્રાન્ટ એજયુકેશન સમિટમાં ગુજરાતની ટેકનીકલ યુનિવર્સિટીઓથી લઇને આઠ યુનિવર્સિટીઓ અને અર્બન પ્લાનિંગથી લઇને મેનેજમેન્ટ સુધીની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને એક મંચ પર લાવવામાં આવશે. આ તમામ શિક્ષણ સંસ્થાઓ પોતાને ત્યાં ચાલતા વિવિધ કોર્સ અને પ્રોગ્રામ્સનું પ્રદર્શન યોજવાની સાથે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર પણ યોજશે.

આ સમિટના 10 દિવસ પહેલાથી જ પ્રિ-સમિટ ઇવેન્ટસ અને સેમીનારો શરૂ થશે. જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકો જોડાશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કૃષિ સમિટ સપ્ટેમ્બર, 2013માં યોજાઇ ગઇ હતી. વાઇબ્રન્ટ ગુજરાત નેશનલ સમીટ ઓન ઇન્કલુસીવ અર્બન ડેવલોપમેન્ટનું સમિટનું ઓકટોબરમાં આયોજન થયું હતું. એવી જ રીતે વિવિધ રાજયોના પ્રતિનિધિઓ ગુજરાત આવશે અને નેશનલ એજયુકેશન સમિટમાં ભાગ લેશે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ સમિટના આયોજન માટે ખાસ રસ લઇ રહ્યા છે અને તેઓ વ્યકિતગત રીતે આયોજન ઉપર દેખરેખ રાખી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સમિટના આયોજન દ્વારા ગુજરાતની શિક્ષણ સંસ્થાઓનું રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન થઇ શકશે. રાજયની સિધ્ધિઓ પણ વર્ણવી શકાશે. શિક્ષણ શાસ્ત્રીઓ બીજા રાજયોના શિક્ષણ શાસ્ત્રીઓને મળી શકશે.












Click it and Unblock the Notifications
