ગુજરાતમાં ઠંડીમાં ઘટાડાના એંઘાણ, આવી ગઈ હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હાલ શિયાળો બરાબરનો જામી ગયો છે, અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારો માટે આગામી દિવસોમાં પણ કડકડતી ઠંડી યથાવત રહેવાનું એલર્ટ જાહેર કર્યું છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

આજે અમરેલી ૬ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું. રાજકોટમાં ૮.૪ ડિગ્રી, ડીસામાં ૯.૩ ડિગ્રી, અમદાવાદમાં ૧૧.૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૦.૫ ડિગ્રી, વડોદરામાં ૧૦ ડિગ્રી અને ભાવનગરમાં ૧૦.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. જોકે, હવામાન વિભાગે ૧૬ જાન્યુઆરી સુધી તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો નજીવો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે, જેથી ઠંડીમાં થોડી આંશિક રાહત મળશે.

જોકે, આ રાહત ટૂંકાગાળાની રહેશે, કારણ કે ૧૬ જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડીનો પ્રકોપ ફરી વધશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં શીતલહેર તીવ્ર બનશે. ૨૨ જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે, આમ તાપમાન અત્યંત નીચું જઈને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરાવશે.

૨૨ જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જવાની પ્રબળ સંભાવના છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને ગીર સોમનાથ જેવા સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લાઓમાં પણ ૨૨ જાન્યુઆરી બાદ તાપમાન ફરી ૧૦ ડિગ્રીની આસપાસ નોંધાશે. આ દિવસોમાં ઠંડીનો પારો વધુ નીચો જશે.

૨૨ થી ૨૫ જાન્યુઆરી સુધી દિવસના તાપમાનમાં પણ ધરખમ ઘટાડો નોંધાશે, પરિણામે દિવસભર પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે. આ દિવસોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે સૌરાષ્ટ્રમાં પવનની ગતિ પણ વધી શકે છે, જ્યાં ૨૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાશે.

લાંબાગાળાની આગાહી મુજબ, ૩૦ જાન્યુઆરી બાદ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) આવી શકે છે. તેની અસરથી ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે, જોકે તેની સંપૂર્ણ અસર અંગેની વિગતો હજુ સ્પષ્ટ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X