Gujarat Winter: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયામાં સૌથી ઓછું 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું

Gujarat Winter: રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો છતાં ઠંડકનો અનુભવ યથાવત્, હવામાન વિભાગની આગાહી: આગામી 48 કલાકમાં તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ ઉત્તર ભારતની હિમવર્ષાની અસર જળવાઈ રહેશે.

Gujarat Winter

ગુજરાતમાં શિયાળાની શરૂઆતનો ચમકારો હજી પણ અનુભવાઈ રહ્યો છે, જોકે છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો આંશિક વધારો નોંધાયો છે. મોટાભાગના જિલ્લાઓમાં પારો ઊંચકાતા ઠંડીનું જોર થોડું ઘટ્યું છે, તેમ છતાં રાજ્યના 21 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન હજી પણ 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે.

કચ્છનું નલિયા 10.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન

રાજ્યના મહત્ત્વના શહેરોમાં આજે સવારે નીચે મુજબનું તાપમાન નોંધાયું હતું.

શહેર | તાપમાન (°C)

નલિયા | 10.8
અમદાવાદ | 16.3
કંડલા | 13.3
ગાંધીનગર | 16.2
રાજકોટ | 14.2
વડોદરા | 16.0
ડીસા | 14.8
અમરેલી | 16.0
કેશોદ | 15.1
મહુવા | 16.1
પોરબંદર | 15.6
સુરેન્દ્રનગર | 17.0
ભુજ | 15.9
સુરત | 17.6

હવામાનનો મિજાજ અને આગામી આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક બાદ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે અને હવામાન શુષ્ક રહેશે.

  • સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહેતા ઠંડક અનુભવાઈ રહી છે.
  • હવામાન ઝડપથી બદલાતા, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધે છે.
  • તાપમાનના આ ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઈ છે.

ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડીની અસર

  • ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાથી અને હિમાચલ પ્રદેશ-જમ્મુ કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચતા તેની અસર ગુજરાત સુધી પણ વર્તાઈ રહી છે.
  • હિમાચલ પ્રદેશમાં તાબાનું તાપમાન માઇનસ 5.3°C નોંધાયું છે.
  • IMD (ભારતીય હવામાન વિભાગ) એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો માટે તીવ્ર ઠંડીની ચેતવણી આપી છે. રાજસ્થાનના 12 જિલ્લામાં પારો 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X