ગુજરાતી છોકરાની અદ્ધભૂત શોધ, ફોર્બ્સ લિસ્ટમાં આવ્યું નામ

Posted By:
Subscribe to Oneindia News

મૂળ વડોદરાના યુવક કરણ જાનીએ તેની અદ્ધભૂત શોધના કારણે ફોર્બ્સ લિસ્ટમાં પોતાનું નામ નોંધવ્યું છે. ફોર્બ્સના લિસ્ટમાં 30 વર્ષની નાની ઉંમરના વૈજ્ઞાનિકો આ ગુજરાતી યુવકનું નામ ઉમેરવામાં આવ્યું છે. વડોદરાના વતની તેવા કરણે ગ્રેવીટી વેવ્સ મામલે જે શોધ કરી છે તે માટે તેના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

karan jani

28 વર્ષના કરણે પેન્સિલવેનિયાની યુનિવર્સિટીથી સાયન્સ અને આર્ટ્સની બેચલર ડિગ્રી મેળવી છે. અને તેમણે લીગો લેબ ખાતે ગ્રેવીટી વેવ્સ પર પ્રયોગો કર્યા હતા. નોંધનીય છે કે ગ્રેવીટી વેવ્સ પર આ પહેલા આવી શોધ કોઇ પણ નથી કરી. ત્યારે ફોર્બ્સ 2017ના લિસ્ટમાં 30થી નાની ઉંમરના વૈજ્ઞાનિકોમાં પોતાનું નામ નોંધાવીને કરણે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે.

karan jani
English summary
Gujarati boy Karan Jani, listed in Forbes magazine for his science work.
Please Wait while comments are loading...