ન્યૂજર્સીમાં ગુજરાતી પરિવારની ગોળી મારીને હત્યા, જાણો શું છે પુરી ઘટના?

અમેરિકાના ન્યુજર્સીમાં ગુજરાતી પરિવારની ગોળી મારીને હત્યા કરી હોવાના અહેવાલ છે. શહેરના પ્લેનફિલ્ડ વિસ્તારમાં પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર. ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ, તેમની પત્ની અને પુત્રની હત્યા તેના ભત્રીજા બ્રહ્મભટ્ટે ગોળી મારીને કરી છે. બે મહિના પહેલા પરિવાર ઓમને પોતાની સાથે ન્યુજર્સી લઈ ગયો હતો.

us murder

સુરત અને બીલીમોરામાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા 72 વર્ષીય દિલીપકુમાર બ્રહ્મભટ્ટ નિવૃત્તિ બાદ તેમની પત્ની બિંદુ અને પુત્ર યશકુમાર બ્રહ્મભટ્ટ સાથે ન્યુજર્સીના પ્લેનફિલ્ડ વિસ્તારમાં સ્થાયી થયા હતા.

દિલીપકુમાર બ્રહ્મભટ્ટનો પરિવાર આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરનો રહેવાસી છે અને થોડા સમય પહેલા ગુજરાત આવ્યો ત્યારે ભત્રીજા ઓમ બ્રહ્મભટ્ટને તેની સાથે લઈ ગયો હતો. સોમવારે ઓમે 9 એમએમની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરી દીધી.

હજુ આ હત્યાનું કારણ સામે નથી આવ્યુ. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો વસે છે. સ્થાનિક પોલીસને ઘરેલુ હિંસા, મારપીટ વગેરેની ફરિયાદો મળી રહી છે. પ્લેનફિલ્ડ મિડલસેક્સ પોલીસ આ ટ્રિપલ મર્ડરની તપાસ કરી રહી છે.

અહેવાલો અનુસાર, આરોપી ઓમ બ્રહ્મભટ્ટે ખુદ પોલીસને ફોન કરીને જાણકારી આપી અને ગુનો કબુલ કર્યો છે. ઓમ બ્રહ્મભટ 23 વર્ષનો છે અને ત્રણ લોકોની હત્યા કર્યા બાદ તેણે ભાગવાનો પ્રયાસ પણ ન કર્યો અને ઘરે બેસીને પોલીસની રાહ જોતો રહ્યો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઓમ બ્રહ્મભટ્ટે ગુનામાં વપરાયેલ હથિયાર ઓનલાઈન ખરીદ્યું હતું. તેને મિડલસેક્સ કાઉન્ટી જેલમાં મોકલાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X