For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાનકડી છોકરી, મોટકડી વાત! નામ તો સાંભળ્યું છે ને "તન્ઝીમ મેરાણી"

|
Google Oneindia Gujarati News

તમે કદી 13 વર્ષની ઉંમરે કાશ્મીરના લાલ ચોકમાં જઇને ત્રિરંગો લેહરાવાનું વિચાર્યું છે. ચલો માની લો કે તમે વિચારી પણ લીધુ પણ શું ખરેખરમાં તમે તે માટે કાશ્મીર જશો? તે જમ્મુ કાશ્મીર જ્યાં હાલ છેલ્લા 36 દિવસથી કર્ફ્યુ ચાલે છે. જ્યાં ભારતીય સેનાને લોકો "ભારતના કૂતરા" કહી કાશ્મીર છોડી જવાની વાતો કરે છે.

ત્યારે આવી પરિસ્થિતી વચ્ચે ગુજરાતની એક આઠમાં ધોરણમાં ભણતી અમદાવાદી છોકરી તન્ઝીમ મેરાણીએ ખાલી આવું વિચાર્યું જ નહીં પણ આ વાતને સિદ્ધ કરવા તે 15મી ઓગસ્ટના રોજ શ્રીનગરના લાલચોક પર રાષ્ટ્રધ્વજ લહેરવા જઇ પણ રહી છે. અને ટ્વિટરમાં પણ આ અંગે સવારથી જ એક ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે જેમાં લોકો ગુજરાતીની આ ખમીરવંતી દિકરીના વખાણ કરી રહ્યા છે.

ત્યારે વાત જ્યારે ગુજરાતની આવી બહાદૂર દિકરીઓની હોય તો પછી અમારેય લખવું પડેને....વધુ વાંચો અહીં....

ઉંમર નાની વિચારો મોટા

તન્ઝીમ મેરાણી, અમદાવાદની આ છોકરી15મી ઓગસ્ટના રોજ શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્રધ્વઝ ફરકાવાની છે. અને આ માટે જ સવારથી #TanzimAtLalChowk કરીને ટ્વિટર પર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં તમામ લોકો તન્ઝીમને શાબાશી આપી રહ્યા છે.

ઉંમર નાની વિચારો મોટા

તન્ઝીમ મેરાણીનું માનવું છે કે કાશ્મીરમાં પાકિસ્તાનના ઝંડા ફરકી શકે તો સ્વતંત્રતા દિવસે નિમિત્તે ભારતનો કેમ નહીં?

ઉંમર નાની વિચારો મોટા

અને કદાચ આટલી નાની ઉંમરે તેના આવા જ મોટા વિચારોના કારણે લોકો આ ગુજરાતી છોકરીની આટલી વાહવાઇ કરી રહ્યા છે.

ઉંમર નાની વિચારો મોટા

ત્યારે હાલ કાશ્મીરમાં ભરેલી અગ્નિ જેવી સ્થિતિ છે તેની વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવીનો તન્ઝીમ વિચારમાત્ર ખરેખરમાં વખાણવા લાયક છે.

ઉંમર નાની વિચારો મોટા

અન્ય લોકોની જેમ પણ વનઇન્ડિયા પણ ગુજરાતની આ છોકરીની હિંમતને સલામ કરે છે.

English summary
Gujarati girl will flag hoisting on 15 august in srinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X