Gujarati News : અમૂલને બદનામ કરવા બદલ એફઆઈઆર દાખલ, ફેસબુક પર અપલોડ કર્યો હતો વીડિયો

Gujarati News : ગાંધીનગર શહેરમાં એક વ્યક્તિ સામે ફેસબુક વીડિયોમાં કથિત રીતે એવો દાવો કરતો જોવા મળ્યો હતો કે, અમુલના દુધમાં યુરિયા મેળવામાં આવે છે. જે બાદ આ વ્યક્તિ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, એફઆઇઆર મંગળવારના રોજ અડાલજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. અમૂલ બ્રાન્ડની માલિકી ધરાવતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેન્યુફેક્ચરિંગ યુનિટના સિનિયર સેલ્સ મેનેજર અંકિત પરીખ દ્વારા આ સંદર્ભે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Gujarati News

અંકિત પરીખે આક્ષેપ કર્યો હતો કે, ગાંધીનગરના રહેવાસી લક્ષ્મીકાંત પરમારે ફેસબુક વીડિયોમાં અમૂલ બ્રાન્ડને બદનામ કરીને દાવો કર્યો હતો કે, તેના પેકેજ્ડ દૂધમાં યુરિયા છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, વીડિયોમાં સરકારી લેબોરેટરી દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઇન્સ્પેક્ટર એસઆર મુછલે જણાવ્યું હતું કે, ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આ વીડિયોનો હેતુ અમૂલ બ્રાન્ડની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને અફવાઓ ફેલાવવાનો હતો. લક્ષ્મીકાંત પરમાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 500 (બદનક્ષી) અને 505 (જાહેર દુરાચારનું કારણ બને તેવા નિવેદનો) હેઠળ FIR નોંધવામાં આવી છે.

ગુજરાતની 18 દૂધ સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા GCMMFએ 2022-23માં રૂપિયા 55,055 કરોડનું વેચાણ ટર્નઓવર નોંધાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X