ગુજરાતમાં ચૂંટણી ભાજપ સામે ગુજરાતની પ્રજા લડી રહી છેઃ કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગેએ ભાજપાની ચૂંટણી પ્રચારની રીતરસમો સામે આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી પ્રચારની એક ગરિમા હોય છે. રાજકીય પક્ષો પોતનાના કાર્યોની વાતો પ્રજા સમક્ષ મુકવા સ્વતંત્ર છે. પરંતુ જે રીતે ભાજપા ચૂંટણી પ્રચારમાં જે રીતરસમો અપનાવે છે તે લોકશાહીને છાજતું નથી. આ ચૂંટણીમાં અમારા કોંગ્રેસના શીર્ષ નેતાગણ અને કાર્યકર્તાઓ દેશના ખૂણે ખૂણેથી આવ્યા છે, અને પ્રચારનું કાર્ય સંભાળી રહ્યા છે. આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ છે.

congress

આ ચૂંટણી ગુજરાતની પ્રજા લડી રહી છે. ગુજરાતની પ્રજા સાહસિક છે, ઇન્ટેલિજન્ટ છે, દેશ-દુનિયાને માર્ગદર્શન આપવાની કૂનેહ તેઓ ધરાવે છે. અહીંની પ્રજામાં સ્કિલ ડેવલોપમેન્ટ જોવા મળે છે. તેઓ સમગ્ર દેશમાં ફેલાયેલા છે. ધંધાકીય-પ્રોફેશન્સ કારોબાર હોય કે સાયન્સ, ટેકનોલોજી ક્ષેત્ર હોય અહીંના ગુજરાતીઓ તમામ ક્ષેત્રે સહયોગી બની ગયા છે. ગુજરાતમાં તમામ મૂલ્યો જોવા મળશે. ગાંધીજી પણ આ રાજ્યના – પણ હું આ વૈશ્વિક હસ્તીને સમિતિ બનાવવા માંગતો નથી. સરદાર પટેલ પણ ગુજરાતના. પણ અમને એ વાતનું દુઃખ છે કે આ મહાન વ્યક્તિઓના નામો લઇ અમારી ઉપર શાબ્દિક હુમલાઓ કરે છે.

ગુજરાતની પ્રજા કોંગ્રસની પડખે ઊભી છે. તેઓ કોંગ્રેસને મત આપી રહ્યા છે. ભાજપાના ગુજરાતના 27 વર્ષના શાસન પછી પણ આટલા વિશાળપાયે પ્રચાર કરવો પડે છે. ભાજપાના ચાર મુખ્યમંત્રીઓ, ખુદ વડાપ્રધાન સાથે અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અમને તો એ વાતની નવાઇ લાગી રહી છે કે જે રાજ્યમાં 27 વર્ષ સુધી સત્તા સંભાળી તો તેમ તમારા કરેલા કામો પ્રજા સમક્ષ મુકો. ભાજપાએ તો પ્રજાના મુદ્દાને કોરણે મુકી દીધા છે.

અને કોંગ્રેસે આમ કર્યું તેમ કર્યું. પ્રજાહિતના ન હોય તેવી વાતો કરી ભડકાઉ ભાષણો આપી રહ્યા છે. ભાજપાને ડર પેસી ગયો છે. મૂળ મુદ્દાઓને કિનારે રાખી પ્રચાર કરી રહ્યા છે. આ ગુજરાત મેં બનાવ્યું તેવો પ્રચાર કરી રહ્યા છે. મોદીજી પોતાના નામે વોટ માંગી રહ્યા છે. જાહેરમાં કહી રહ્યા છે કે મને વોટ આપો. મારા નામે વોટ આપો. છેલ્લા 70 વર્ષમાં કશું થયું નથી, આવા જુમલાઓ ઘણા થઇ રહ્યા છે. દરેક વાતમાં આ બુમબરાણ સાંભળવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X