સરહદની સુરક્ષા કરી રહેલા જવાનો માટે ગુજરાતી બહેનોએ 21000 રાખડી મોકલાવી
સરહદની સુરક્ષા કરી રહેલા જવાનો માટે ગુજરાતી બહેનોએ 21000 રાખડી મોકલાવી
અમદાવાદઃ દેશની સરહદ પર તહેનાત સૈનિક જવાનો માટે ગુજરાતના ગામડાઓની મહિલાઓ તરફથી રાખડી મોકલવામાં આવી છે. આ રાખડીની સંખ્યા 21 હજારથી વધુ જણાવવામાં આવી છે. ગુજરાતથી આ રાખડી મોકલતા પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને દેખાડવામાં આવી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે આ રાખડીઓ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની પહેલ પર તૈયાર કરવામાં આવી છે. આ રાખડીઓ દેશની સીમાઓની રક્ષા કરી રહેલા જવાનો માટે મોકલવામાં આવી છે. રાખડીઓની સાથે આ રાખડીઓ પર લખેલ વિજય સૂત્રના સંદેશને દેશની વિવિધ સીમાઓ પર તહેનાત જવાનોને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા છે.
આ રાખડીઓ કચ્છ, ઉરી, જૈસલમેર, સિયાચિન, ગલવાન અને બનાસકાંઠા સીમા પર તહેનાત બીએસએફના જવાનો, જામનગર, ભુજ, પઠાણકોટ, નલિયા, શ્રીનગર અને મકરપુરા વગેરે સ્થળો પર તહેનાત વાયુ સેનાના જવાનો માટે પણ મોકલવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના ઓખા, પોરબંદર, મુંબઇ, લક્ષદ્વીપ, વિશાખાપટ્ટનમ અને અંદામાન નિકોબારમાં સમુદ્રી સીમા પર તહેનાત ઇન્ડિયન નેવીના જવાનો માટે પણ રાખડી મોકલવામાં આવી છે.












Click it and Unblock the Notifications
