Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં યુવાનો અને મહિલાઓ ભાજપની તરફેણમાં

Gujarati youth, women in favour of BJP
અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ જામ્યો છે અને ત્રિશંકુ વિધાનસભા રચાવાની આશંકાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે ચૂંટણીઓમાં બે ઓછા સમજી શકાય તેવા પરિબળો મોટું પરિવર્તન લાવી શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં અસર કરનારા પરિબળોમાં નવા સીમાંકન (ડિલિમિટેશન) અને મતદારોની વર્તણૂંક મહત્વનો ભાગ ભજવી શકે છે.

નવા સીમાંકનની થોડી અસર પાછલી એટલે કે લોકસભા ચૂંટણી 2009માં જોવા મળી હતી. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીની સરસાઇ ઘટી હતી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની વાત કરીએ તો 115 બેઠકો એવી હતી જેમાં જીતની સરસાઇ 5 ટકા કરતા પણ ઓછી હતી. મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો આવી બેઠકો પર ઉમેદવારો 14,000 કે તેથી ઓછા મતોની સરસાઇથી જીત્યા હતા. આ 115 બેઠકોમાંથી 75 પર ભાજપ આગળ હતી જ્યારે બાકીની 40 બેઠકો પર કોંગ્રેસ આગળ રહી હતી.

ચૂંટણી અંગે નિતિ સેન્ટ્રલ દ્વારા કરવામાં આવેલા ડિજિટલ સર્વેમાં મતદારોના વિચારો જાણવાનો અને તેના આધારે કઇ બેઠકો પર ભારે રસાકસી હશે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર કચ્છ જિલ્લાની 6 બેઠકો પર ભારે રસાકસી જોવા મળશે. આ સર્વેમાં ગુજરાતના પૂર્વના જિલ્લાઓ ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરાની 22 બેઠકો પર રસાકસી જામશે. દક્ષિણના જિલ્લાઓ પોરબંદર, અમરેલી, ભાવનગર અને જૂનાગઢની બેઠકો આવરી લેવામાં આવી છે. પૂર્વના જિલ્લાઓના 1000 અને દક્ષિણના જિલ્લાઓમાં 1300 લોકોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.

આ સર્વેમાં પૂર્વના જિલ્લાઓના મતદારો ભાજપ તરફી ઓછા હતા. તેમાં સર્વેના મોટા ભાગના લોકો 40થી વધુ ઉંમરના હતા. તેના પ્રમાણમાં દક્ષિણના જિલ્લાઓના મતદારોએ ભાજપની તરફદારી વધારે કરી હતી. વડોદરામાં ભાજપ તરફી વલણ વધારે જોવા મળ્યું હતું જ્યારે આણંદ અને ખેડામાં ઓછું હતું. આ જિલ્લાઓના મતદારોએ સરકારની કામગીરીને નબળી ગણાવી હતી. આ વિસ્તારમાં ભ્રષ્ટાચારને મહત્વનો મુદ્દો માનવામાં આવ્યો છે.

દક્ષિણના જિલ્લાઓમાં સર્વે કરવામાં આવેલા 80 ટકા રિસ્પોન્ડેન્ટ્સ 40 વર્ષથી નીચેની વયના હતા. તેમાંથી એક તૃતીયાંશ મહિલાઓ હતી. તેમાંથી 50 ટકા લોકો ઓબીસી, એસસી અને એસટી વર્ગના હતા. ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ માટે પોરબંદર સૌથી મજબૂત અને જૂનાગઢ સૌથી નબળી બેઠક બની શકે છે.

ગુજરાતમાં નવા સીમાંકન મુજબ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. બંને મુખ્ય પક્ષો પોતાની રીતે નવા સીમાંકનની નકારાત્મક અસરો ટાળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ભાજપ પાસે યુવાનો અને મહિલાઓનું સમર્થન સૌથી મોટું પરિબળ બની રહેવાની શક્યતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X