For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની સરકારમાં ગુજરાતીઓ પાણી માટે વલખા મારતા હતા: જેપી નડ્ડા

રાષ્ટ્રી અધ્યક્ષ જે.પી.નડ્ડાજી દેવગઢ બારીયા ખાતે ચૂંટણીની જાહેર સભા યોજી ભાજરના ઉમેદવારો તરફ મતદાન કરવા વિશાળ જનસભાને સંબોધી હતી. ઉમેદવાર બચુભાઇ ખાબડે પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રી અધ્યક્ષ જે.પી.નડ્ડાજી દેવગઢ બારીયા ખાતે ચૂંટણીની જાહેર સભા યોજી ભાજરના ઉમેદવારો તરફ મતદાન કરવા વિશાળ જનસભાને સંબોધી હતી. ઉમેદવાર બચુભાઇ ખાબડે પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.

ELECTION

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકારમાં જનતા પાણી માટે વલખા મારતી હતી,રસ્તા અને શાળાઓની પણ પુરતી વ્યવસ્થા ન હતી. ભાજપ સરકારે 24 કલાક પાણી, શાળા કોલેજ,સ્વાસ્થ્ય કેન્દ્ર ની વ્યવસ્થા કરી વિકસીત ગુજરાત બનાવ્યું છે. ગુજરાત વિરો અને શુરવીરોની ભૂમિ છે. ભાજપના સંકલ્પ પત્ર અંગે જણાવ્યું કે ભાજપના સંકલ્પ પત્રમાં બક્ષીપંચ અને આદિવાસી સમાજનો યોગ્ય વિકાસ થાય તે રીતનું આયોજન છે. .યુવાનોને રોજગારી અને શિક્ષણની વ્યવસ્થા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રાયબલ વિસ્તારમાં 10 નવી નર્સિગ કોલેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાના વિવિધ કાર્યોની જોગવાઇ કરવામાં આવી છે. સિંચાઇની વ્યવસ્થા માટે 25 હજાક કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. સ્વાસ્થ્ય અંગે આપવામાં આવતી રકમ પણ વધારી પાંચ લાખ થી વઘારી 10 લાખ સુઘી કરવામાં આવશે. રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ બનવા જઇ રહી છે જેનો લાભ ગુજરાતની જનતાને મળશે. હવે ગરિબ વિદ્યાર્થી પુણ ગુજરાતી ભાષામાં એન્જિનયરિંગ અને મેડિકલનો અભ્યાસ કરી શકશે. 20 લાખ લોકોને રોજગારી મળે તે માટે અવસર તૈયાર કરવામાં આવશે. દિકરીઓ માટે કેજી થી લઇ પીજી સુઘી ફ્રીમાં શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. ધોરણ 9 અને 12માં વર્ગમાં ભણતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવશે.

નડ્ડાજીએ આપ પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે, આપ પાર્ટી અને કોંગ્રેસના લોકો આજકાલ અમારા આદિવાસી ભાઇ-બહેનો પાસે મગર મચ્છના આસુ રોવે છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પુર્વ પ્રધાનમંત્રીએ આદિવાસી સમાજ માટે અલગથી મંત્રાલય બનાવ્યું અને તેમના માટે ચિંતા કરી કે તેમના મંત્રી આવે તો વિકાસના કામ વધુ થાય. આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના રાષ્ટ્રપતિ પદ પર આદિવાસી મહિલાને જવાબદારી સોંપી છે આ કામ કોંગ્રેસે કયારેય કર્યુ નથી. આજે મોબાઇલના ઉત્પાદનમાં ભારત નંબર 2 પર પહોચ્યુ છે. આજે દેશના ખેડૂતોને તેમના ખાતામાં સુધા રૂપિયા જમા થાય છે. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ જનતાને ફ્રીમાં અનાજ મળે છે. ગુજરાતમાં 3 કરોડ લોકોને ફ્રીમાં અનાજ મળે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની આ વખતે જમાનત જપ્ત થશે. ચૂંટણીના દિવસે ઐતિહાસીક મતાદાન કરી ભાજપના ઉમેદવારોને જીતાડવા વિનંતી કરી.

English summary
JP Nadda hit you and said your bail will be forfeited
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X