For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''ગ્રામીણ ભારતના સશક્તિકરણ માટે ગુજરાતની પહેલ''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 ઓગષ્ટ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનું આજે ગાંધીનગરમાં ઉદ્દઘાટન કરતાં ગ્રામીણ ભારતના સશક્તિકરણ માટે ગ્રામશક્તિને વિકાસમાં જોડવાનું પ્રેરક આહ્‌વાન કર્યું હતું. પંચાયતી રાજના માધ્યમથી ગ્રામવિકાસ ક્ષેત્રે અનેકવિધ અનોખી પહેલ કઇ રીતે થઇ શકે તેનું પ્રેરક માર્ગદર્શન પણ તેમણે આપ્યું હતું.

પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતી ઉજવી રહેલા ગુજરાતમાં મહાત્મા મંદિરમાં આજથી બે દિવસીય પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો હતો. ભારતના બધા જ રાજ્યોમાંથી ગ્રામીણ વિકાસ ક્ષેત્ર અને પંચાયતી રાજના પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ સહિત કુલ પ૯૦૦થી વધુ જેટલા તજજ્ઞો અને આગેવાનો ભાગ લઇ રહ્યાં છે. પાંચ ટેકનીકલ સત્રો અને ર૦ જૂથ ચર્ચા બેઠકોમાં ૩ર જેટલા તજજ્ઞો વિવિધ વિષયો આધારિત થીમ ઉપર પરામર્શ મનનીય પ્રવચનો કરવાના છે.

પરિષદમાં ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી ૩૪૦૦થી અધિક પ્રતિનિધિ ડેલીગેશનોમાં ૧૮૬૦ મહિલા પ્રતિનિધિઓ આવેલા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ (૧) ગ્રામ વિકાસ સે દેશ વિકાસ- ગુજરાત કે અનુભવ, (ર) મિશન મંગલમ્‌ અંતર્ગત ગ્રામ મહિલાના આર્થિક સશક્તિકરણની સાફલ્યગાથા- અનોખી પહેલ અને (૩) મહિલા સશક્તિકરણ-એમ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત માહિતીપ્રદ ત્રણ પુસ્તકો અને તેની ઇ-બુક આવૃત્તિઓનું વિમોચન કર્યું હતું.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

દેશમાં પંચાયતી રાજ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં અનોખી પહેલ અને ઉત્તમ કાર્યસિદ્ધિ મેળવનારા પ્રતિનિધિઓનું સન્માન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ ગ્રામ વિકાસ પરિષદમાં લઘુ ગ્રામીણ ભારતનું દર્શન થાય છે એવું ગૌરવપૂર્વક જણાવી સહુ ડેલીગેશનોને આવકારતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, પંચાયતી રાજના પ૦ વર્ષો ગુજરાતમાં પૂરા થયા છે અને દેશમાં બધા રાજ્યોમાં પંચાયતી રાજના માધ્યમથી ગ્રામીણ વિકાસમાં નવી ઉંચાઇઓ કઇ રીતે હાંસલ થાય, ગ્રામીણ ભારતમાં વસતા નાગરિકોનું સર્વાંગી જીવનધોરણ કઇ રીતે ઉંચુ આવે તે માટે ગુજરાતને આંગણે આ પરિષદ નવી દિશા દર્શાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના સપનાની સાર્થકતા વિશે નિર્દેશ કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતમાં ૮૦ કરોડ ગ્રામશક્તિ વિકાસ અને નિર્ણયમાં ભાગીદાર બને તો કેટલું મોટું ગુણાત્મક પરિવર્તન આવી શકે. ભારતમાં ૮૦ કરોડ ગ્રામશક્તિ વિકાસ અને નિર્ણયમાં ભાગીદાર બને તો કેટલું મોટું ગુણાત્મક પરિવર્તન આવી શકે. ભારતના સાત લાખ ગામડામાં વિકાસની ઝંખના અને સપનાં ધબકે છે.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

મહાત્મા મંદિરના નિર્માણમાં ભારતની બધી નદીઓનો જળાભિષેક થયો છે અને હવે લોકપુરૂષ સરદાર પટેલના ભવ્ય સ્મારક-સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નર્મદા નદીના સરદાર સરોવર ડેમ નજીક નિર્માણ કરવાનો અને ભારતની કિસાનશક્તિનું ભાવાત્મક પ્રદાન લેવાનું અભિયાન ગુજરાતે ઉપાડયું છે તેની રૂપરેખા આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સરદાર પટેલ કિસાન નેતા હતા અને તેથી ભારતના સાત લાખ ગામોમાંથી જૂના ખેતીના ઓજારો પ્રતિકરૂપે એકત્ર કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ઉપયોગમાં લેવાશે. સરદાર જયંતીથી આ અભિયાન દેશભરમાં શરૂ થશે.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

મહાત્મા ગાંધીજીના ગ્રામસ્વરાજમાં ગામડું અને ગ્રામસમાજ આત્મનિર્ભર બને તેનું સ્પષ્ટ દર્શન થાય છે અને ગુજરાત સરકારે ગામડાનું સશક્તિકરણ કરીને તેને આર્થિક પ્રવૃત્તિના ઉત્પાદન કેન્દ્રો તરીકે વિકસાવવાની પહેલ કરી છે. ગુજરાતના આદિવાસી પૂર્વપટ્ટામાં ન્યુ ગુજરાત પેટર્નથી આદિવાસી સમાજના હાથમાં વિકાસનું આયોજન કરવાના અધિકારો અને નાણા ભંડોળ વાપરવાના હક્કો આપ્યા છે.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

આદિવાસી આયોજન બોર્ડ અને જિલ્લા-તાલુકા આયોજન મંડળોએ આ દિશામાં અનેક આગવા પરિણામો મેળવ્યા છે. રૂા. ૪૦,૦૦૦ કરોડની વનબંધુ કલ્યાણ યોજનાથી આદિવાસી ગામોમાં વિકાસની જનચેતના ધબકતી થઇ છે. એક બાજું જીવનધોરણ ઉંચુ આવ્યું છે જયારે બીજી બાજું સાગરકાંઠાના વિસ્તારોના ગામડાની કાયાપલટ અને માળખાકીય સુવિધા માટે રૂા. ર૧,૦૦૦ કરોડની સાગરખેડૂ વિકાસ યોજના ખૂબ ઝડપથી આગળ વધી રહી છે.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

ગ્રામશક્તિને ગ્રામવિકાસમાં જોડવાનું અભિયાન ઉપાડવાનું આહ્‌વાન કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગામના વિકાસમાં ગ્રામશક્તિને નિર્ણયમાં ભાગીદાર બનાવવા ગ્રામસભા લોકશાહીનું પાયાનું માધ્યમ છે પરંતુ બંધારણે ગ્રામસભાનું મહત્વ દર્શાવ્યું હોવા છતાં ભાગ્યે જ તેનો મહિમા થયો હતો. ગુજરાત સરકારે ઓકટોબર-ર૦૦૧થી ગ્રામસભાનો અભિગમ પ્રાણવાન બનાવી દીધો છે. આજે ગ્રામ વિકાસના નિર્ણયો અને પ્રશ્નોના નિરાકરણમાં ગુજરાતની ગ્રામસભા નિર્ણાયક બની ગઇ છે, એમ તેમણે જણાવ્યું હતું.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

ગામના વિકાસમાં ચૂંટણીના વેરઝેરથી જે વિપરીત અસરો પડે છે તેનું નિરાકરણ લાવવા સમરસ ગ્રામ યોજના શરૂ કરી એટલું જ નહીં, ૩૬ર ગામો તો એવા છે જયાં આખી ગ્રામ પંચાયત મહિલા સરપંચ સંચાલિત છે. તેની ગૌરવગાથા રજૂ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમરસ ગામથી ગ્રામ વિકાસમાં સૌના સાથથી સૌની ભાગીદારી શકય બની છે અને ગ્રામીણ મહિલાઓ પંચાયતી રાજમાં સશક્ત નેતૃત્વ પુરું પાડી રહી છે. મહિલા સરપંચોએ ગામડામાં ગરીબી દૂર કરવા સંકલ્પ કરેલો છે, ગામમાં શૌચાલયોની પૂર્તિ કરવાના અભિયાનો ઉપાડયા છે, ગામની સુખાકારી માટે કઇ આવશ્યકતા, પ્રાથમિકતા છે તે ગ્રામ મહિલાની સાચી સમજ દર્શાવે છે.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

ગ્રામ વિકાસ માટે ગમે એટલું જંગી બજેટ હશે તો પણ વિકાસ માટે જનભાગીદારી કે જન નેતૃત્વ સક્ષમ નહીં હોય તો તેના ધાર્યા પરિણામો નહીં મળે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગામમાં પશુ-ઉછેર માટેની ઉત્તમ વૈકલ્પિક અને વૈજ્ઞાનિક વ્યવસ્થાનો પથ ગુજરાતે પશુ છાત્રાલયના મોડેલથી ઉભો કર્યો છે. રાજ્યમાં એનીમલ હોસ્ટેલનું સંચાલન અને નિભાવ પણ આ મહિલા શક્તિ જ કરે છે અને પશુપાલનની આર્થિક પ્રવૃત્તિને નવી ઉંચાઇ ઉપર લઇ જવાની સિદ્ધિ દર્શાવી છે.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

જયોતિગ્રામથી ગામેગામ ર૪ કલાક બિનવિક્ષેપ વીજળી પુરવઠાએ ગુજરાતના ગામડામાં આર્થિક-શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન તથા કૃષિ વિકાસમાં કેટલો બદલાવ આવ્યો છે તેની રૂપરેખા મુખ્યમંત્રીએ આપી હતી. મહેસૂલી સુધારાની ફલશ્રુતિ દર્શાવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે જૂના પુરાણા મહેસુલી-જમીનના કાયદાઓમાં સમયાનુકુળ પરિવર્તનો માટેના સુધારા કરીને ગ્રામીણ વિકાસ અને ખેડૂતોની જમીનના મહેસૂલી હક્કો અને હિતોના રક્ષણ માટે ટેકનોલોજીનો સાર્વત્રિક વિનિયોગ કર્યો છે. કિસાનો અને ગ્રામ સમૂદાયોની અનેક નાની-મોટી પરેશાનીનું નિરાકરણ ઇ-ગ્રામ, બ્રોડબેન્ડ કનેકટીવિટી, ઇ-ધરા સહિતના અનેક ટેકનોલોજીના વિનિયોગથી કરેલા સુધારાએ કર્યું છે તેના દ્રષ્ટાંતો મુખ્યમંત્રીએ આપ્યા હતા. તેમણે ગોકુલ ગ્રામથી ગામડાના માળખાકીય વિકાસનું ગુજરાત પથદર્શક બન્યું છે તેની ભૂમિકા આપી હતી.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

ગ્રામ અને શહેર બંને વિકાસના મોડેલ કઇ રીતે બને અને ગામડાને શહેર જેવી સુવિધા મળે તો ગામડા નિષ્પ્રાણ થતા અટકે, ગામડામાંથી સ્થળાંતર કરીને શહેરોમાં આવતી વસતિના કારણે શહેરીકરણ બોજ ના બને તે માટે ટેક્નોલોજીથી ઇ-ગ્રામ વિશ્વગ્રામ દ્વારા બધી જ ગ્રામ પંચાયતોને ર4 કલાક બ્રોડબેન્ડ કનેકટીવિટી આપી છે અને તેના કારણે પણ ગામડામાં નવો પ્રાણ પૂરાયો છે.

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની રાષ્ટ્રીય પરિષદ

ગુજરાત સરકારે ગ્રામીણ જનતાને માટે ગ્રામ-સ્વાગત ઓનલાઇન જનફરીયાદ નિવારણ યોજના સફળતાપૂવર્ક અમલ કરી લોકશાહીમાં સામાન્ય ગ્રામજનની ફરીયાદોને વહીવટીતંત્રમાં તેનો અવાજ સાંભળીને સંતોષકારક ઉકેલ લાવી શકાય તેવો વિશ્વાસ આપ્યો છે. ભારતમાં સાત લાખ ગામડા અને 80 લાખ ગ્રામવસતિની વિકાસમાં ભાગીદારી સુનિશ્વિત કરવા માટે પંચાયતી રાજનું સશક્તિકરણ કરવાની અનેકવિધ પહેલ ગુજરાત સરકારે દશ વર્ષમાં કરી છે તેની સવિસ્તાર છણાવટ કરી હતી. ગામડા આથિર્ક પ્રવૃતિના ઉત્પાદક કેન્દ્રો બને અને ગ્રામવિકાસ માટે સક્ષમ નેતૃત્વ પુરું પાડે એવું પ્રેરક અભિયાન ઉપાડવા તેમણે અનુરોધ કર્યો હતો.

English summary
Gram Sabha must be as important for the village as the Lok Sabha is for the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X