GUJCET 2023 : 3 એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવાશે, આવી રહેશે પેપર સ્ટાઈલ
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, આ વર્ષે ગુજકેટની પરિક્ષા આગામી 3 એપ્રિલે યોજાશે. ગુજકેટની પરીક્ષા સવારે 10 થી 4 વાગ્યા સુધી યોજાશે.
ગાંધીનગર : આ વર્ષે ગુજકેટ પરિક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે પરિક્ષાની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી ગુજકેટની પરિક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. શિક્ષણ વિભાગની જાહેરાત અનુસાર એપ્રિલ મહિનામાં ગુજકેટની પરિક્ષા યોજાશે.

શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, આ વર્ષે ગુજકેટની પરિક્ષા આગામી 3 એપ્રિલે યોજાશે. ગુજકેટની પરીક્ષા સવારે 10 થી 4 વાગ્યા સુધી યોજાશે. GSEB બોર્ડ દ્વારા જાહેરાત કરાયા અનુસાર આ પરિક્ષામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરવામાં આવશે.
ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે 2017થી ફરજીયાત કરાયેલી ગુજકેટની પરિક્ષાની વિદ્યાર્થીઓ પહેલાથી જ તૈયારી કરતા હોય છે ત્યારે આ વખતે વિષયોના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો પરિક્ષાર્થીઓને આપવામાં આવશે.
વિદ્યાર્થીઓની વાત કરીએ તો, રાજ્યના વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના 1 લાખ 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય માધ્યમમાં અપાશે.












Click it and Unblock the Notifications
