For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજકેટની પરીક્ષાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન 30 માર્ચથી શરૂ થશે

|
Google Oneindia Gujarati News

gujcet-2013
ગાંધીનગર, 26 માર્ચ : ગુજરાત માધ્ય‍મિક અને ઉચ્ચત્તર માધ્યયમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યના વિદ્રાર્થીઓને જણાવવામાં આવ્યું છે કે બોર્ડ દ્વારા મેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટેરન્સ ટેસ્ટ (ગુજકેટ) મે 2013ની પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું નકકી કરવામાં આવેલ છે.

આ માટે શાળાઓ અને ઉમેદવારોએ માહિતી પુસ્તિકા અને પીનનંબર ( User Id - Password) જે તે નકકી કરેલ વિતરણ કેન્દ્રો પરથી તા. 30 અને 31 માર્ચ, 2013 દરમિયાન ઉમેદવાર દીઠ પરીક્ષા ફી રૂપિયા 250/-નો ‘"સચિવશ્રી, ગુજરાત કોમન એન્ટમરન્સ ટેસ્ટ સેલ, ગાંધીનગર" ના નામનો ડી.ડી. આપવાથી મળી શકશે. આ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર અને રાજકોટ ખાતેથી પણ તા. 30 માર્ચથી તા. 15 એપ્રિલ, 2013 દરમિયાન માહિતી પુસ્તિકા અને પીન નંબર મળી શકશે.

User Id - Passwordનો ઉપયોગ કરી gujcet.gseb.org વેબસાઈટ પર લોગ-ઈન કરી ગુજકેટ 2013નું રજીસ્ટ્રેશન કરાવી શકશે. (ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.) ઓનલાઇન રજીસ્ટ્રેશન 30 માર્ચ, 2013થી 15 એપ્રિલ, 2013 દરમિયાન થઈ શકશે.

વિજ્ઞાન પ્રવાહ ધરાવતી શાળાઓએ તેમની શાળાના તમામ ઉમેદવારોનો પરીક્ષા ફીનો સંયુકત ડી.ડી. કઢાવી માહિતી પુસ્તિહકા પીન નંબર ( User Id - Password) મેળવવાના રહેશે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રે શન કરવામાં મદદરૂપ થવાનું રહેશે. માર્ચ એન્ડીં ગ અને રવિવાર આવતો હોવાથી અગાઉથી ડીમાન્ડ ડ્રાફટ કઢાવી રાખવો. જેથી સમયસર માહિતી પુસ્તિડકા અને પીન નંબર ( User Id - Password) મેળવી શકાય.

આ ઉપરાંત ઉમેદવારે ફોટો અને હસ્તારક્ષર પણ અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ઈ-મેઈલ નંબર અને મોબાઈલ નંબરની વિગતો પણ ફરજીયાત માંગવામાં આવેલ છે. જેને ધ્યાનમાં લેવા જણાવાયું છે.

English summary
GUJCET exam online registration start on 30 March.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X