અમદાવાદની કુખ્યાત ગેંગ સામે ગુજસીટોક લાગુ, ધમા બારડ ગેંગ સામે અત્યારસુધીની મોટી કાર્યવાહી
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી લૂંટ, ધાડ, અપહરણ, ખંડણી, મારામારી અને હત્યાના પ્રયાસ જેવા 26 જેટલાં ગંભીર ગુના કરીને લોકોમાં ભય ફેંલાવનાર ગેંગ હવે પોલીસના સકંજામાં આવી ગઈ છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાાં રહેતા લોકોમાં ભાય ફેંલવનાર ધમા બારડ અને તેની ગેંગના બે સભ્ય વિરુદ્ધ DCP ઝોન-4 દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે આ અસમાજિક તત્વો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અસામાજિક તત્વોનો આતંક એટલો બધો હતો કે પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિકો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદના કૃષ્ણનગરમાં દોઢ મહિના પહેલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બારડ, સાહિલ પટેલ અને ચિરાગ મરાઠીએ એક સ્થાનિક વેપારી સાથે મારામારી કરી હતી અને આ મારામારીની ઘટનામાં વેપારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા ધમા બારડ અને તેના સાગરિતો ફરાર થઈ ગયા હતા.
પોલીસ સ્ટેશન મામલો પહોંચતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી અને સ્થાનિકો સાથે મારામારી કરીને ભયનો માહોલ ફેંલવનાર ધમા બારડ અને તેની ગેંગના સભ્યોની શોધખોળ શરૂ કરી દીધી હતી. કૃષ્ણનગર પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલીસીસને આધારે ધમા બારડને ઝડપી લીધો હતો.
ધમા બારડ અને તેના સાગરિતોએ કૃષ્ણનગર અને નરોડા સહિતના વિસ્તારમાં ખૂબ આતંક મચાવ્યો હતો. જેના કારણે છેલ્લા 10 વર્ષમાં તેમની વિરુદ્ધ 26 જેટલા ગંભીર ગુના નોંધાયા હતા.
આ બાબતને ગંભીરતાથી લઈને ઝોન-4ના ડીસીપી ડૉ.કાનન દેસાઈએ આરોપી વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.












Click it and Unblock the Notifications
