For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ભાજપ દિવાળી બાદ ઉમેદવારોના નામ જાહેર કરશે

|
Google Oneindia Gujarati News

gujarat-bjp
ગાંધીનગર, 5 નવેમ્બર : ગુજરાત ભાજપ તેના ચૂંટણી માટના ઉમેદવારોના નામની જાહેરાત દિવાળી બાદ કરી શકે છે. આજે ગાંધીનગર ખાતે ચાલી રહેલી ભાજપ પાર્લિઆમેન્ટરી બોર્ડની છેલ્લી બેઠકમાં અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લાની બેઠક માટે ઉમેદવારોના નામની સમીક્ષા બાદ રાજ્યભરની તમામ બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012નું પ્રથમ તબક્કાનું જાહેરનામુ 17 નવેમ્બરે બહાર પડવાનું છે. આ માટે ઉમેદવારોના નામની યાદીને અંતિમ ઓપ આપવામાં આવશે. આજે મોડી રાત સુધી ચાલનારી બેઠકમાં યાદી તૈયાર કરી મંજૂરીની મહોર મેળવવા માટે હાઇકમાન્ડને મોકલી આપવામાં આવશે અને દિવાળી બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર સી ફળદુની અધ્યક્ષતામાં ચાલી રહેલી બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી અને મણિનગર બેઠકના ધારાસભ્ય નરેન્દ્ર મોદી, ગુજરાતના સાંસદ પુરસોત્તમ રૂપાલા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ, ભાજપના સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા છે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બપોર સુધીમાં સાબરકાંઠા માટેની તમામ બેઠકોની સમીક્ષા પૂર્ણ કરવામાં આવી હતી. બપોર બાદ અમદાવાદ શહેર અને જિલ્લાની બેઠકો માટે ચર્ચા શરૂ કરવામાં આવી છે. આ ચર્ચા મોડી રાત સુધી ચાલશે. ત્યાર બાદ રાજ્યની તમામ બેઠકો પર કયા ઉમેદવારની જીતની સંભાવના સૌથી વધારે છે તેને ધ્યાનમાં રાખીને બેઠકવાર નામ નક્કી કરવામાં આવશે.

આ ઉપરાંત આ બેઠકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સભ્યોને કેવી જવાબદારી સોંપવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ સિવાય ચૂંટણી સમયની આગામી વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

English summary
Gujrat BJP will announce candidate name after Diwali. Final round of candidate finalization is ongoing in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X