For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ડ્રોનથી થઈ રહી છે પાન-મસાલાની ડિલીવરી, Video વાયરલ

ગુજરાતમાં ડ્રોનથી થઈ રહી છે પાન-મસાલાની ડિલીવરી, Video વાયરલ

|
Google Oneindia Gujarati News

મોરબીઃ પ્રિંસ પંચાલ નામના એક ગુજરાતી છોકરાએ જરૂરિયાતમંદો સુધી ભોજન અને દવા પહોંચાડવા માટે હળવાં પ્લેન અને ડ્રોન બનાવ્યાં, ચારો તરફ તેના વખાણ થઈ રહ્યાં છે. પરંતુ આ રાજ્યના જ મોરબીના કેટલાક લોકોએ પોતાના ડ્રોનનો એવો ઉપયોગ કર્યો કે વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો. તેમણે લૉકડાઉનના નિયમોને તોડતા ગુટખા-પાન મસાલાની ડ્રોનથી હોમ ડિલીવરી કરાવી. આ ઘટનાનો કોઈએ વીડિયો રેકોર્ડ કરી લીધો. જે તેજીથી વાયરલ થવા લાગ્યો. સોશિયલ મીડિયા યૂઝર્સે પોલીસ-પ્રશાસનને જવાબદાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી.

નશેળીઓએ ડ્રોનનો ઉપયોગ કર્યો

નશેળીઓએ ડ્રોનનો ઉપયોગ કર્યો

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ડ્રાન આકાશમાં ચક્કર કાપી રહ્યું છે. તેના બકેટમાં કેટલાક પેકેટ્સ ભરેલા છે. તે છત પર ઉતરેલા લોકો સુધી આ પેકેટ્સ પહોંચાડે છે. સંવાદદાતાએ જણાવ્યું કે, વીડિયો અને વિસ્તારના લોકેશનના આધારે આરોપીઓની ઓળખ થઈ. બાદમાં તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી.

પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી

પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી

સંવાદદાતા મુજબ પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી રહેલા લોકોની ધરપકડ કરી લીધી છે, તેમની ઓળખ હિરેન પટેલ અને રવિ ભડણિયા તરીકે થઈ છે. શહેરની બી ડિવિઝન પોલીસે બંને વિરુદ્ધ મામલો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે લૉકડાઉનની સ્થિતિમાં પાન મસાલા જેવા બિનજરૂરી તત્વોથી લઈ મોટાભાગની દુકાનો બંધ છે. છતાં આ મુશ્કેલ સમયમાં કેટલાક લોકો નિયમોને ખુલ્લેઆમ તોડી રહ્યા છે. આવા લોકો હવે ડ્રોનનો સહારો પણ લેવા લાગ્યા છે.

માત્ર જીવનજરૂરી વસ્તુઓની ડિલીવરીની જ મંજૂરી

માત્ર જીવનજરૂરી વસ્તુઓની ડિલીવરીની જ મંજૂરી

જણાવી દઈએ કે લૉકડાઉન દરમિયાન માત્ર જીવન રક્ષક વસ્તુઓની જ હોમ ડિલીવરીની મંજૂરી આપવામાં આવી છે. જો કે છતાં દેશના વિવિધ ભાગમાંથી આવા ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કેટલીય જગ્યાઓએ લૉકડાઉન દરમિયાન દારુ બે ગણા ભાવે ખરીદવા અને દારૂ માટે દુકાનો તોડી ચોરી કરાતી હોવાના પણ સમાચાર આવ્યા છે. હાલ ડ્રોનથી પાન-મસાલાની ઘરે ડિલીવરી કરવામાં આવતી હોવાનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

Recommended Video

ટિકટોક પર વિડિયો બનાવવાનું યુવકોને પડ્યું મોંઘું; પોલીસે પકડી ગુનો નોંધ્યો
અહીં છત પર જુગાર રમતાં પકડાયા લોકો

અહીં છત પર જુગાર રમતાં પકડાયા લોકો

લૉકડાઉન અને ક્વારંટાઈનનો ઉલ્લંઘન કરનારાઓ પર નજર રાખવા માટે ગુજરાત પોલીસ કુદ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહી છે. હાલમાં જ એક ડ્રોન કેમેરામાં સામે આવ્યું હતું ગુજરાતમાં જ લોકો મકાનની છત પર જુગાર રમી રહ્યા હતા. ડ્રોન જેવું જ તેમની પાસે પહોંચ્યું કે ત્યાં ભાગદોડ મચી ગઈ. તેમાંથી એક શખ્સ વિકલાંગ પણ હતો.

‘ઈશ્વર હોય તો કોરોનાને ખતમ કેમ નથી કરી દેતા', માર્કંડેય કાત્જુના ટ્વિટ પર ધમાલ‘ઈશ્વર હોય તો કોરોનાને ખતમ કેમ નથી કરી દેતા', માર્કંડેય કાત્જુના ટ્વિટ પર ધમાલ

English summary
gutka and pan masala dilivered by dron in morbi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X