જ્ઞાનગુરુ ક્વિઝ ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવશે: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નો અમદાવાદના સાયન્સ સીટીથી રાજ્ય વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ ક્વિઝ અઠવાડીયામાં દર રવિવારથી ચાલું થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ'નો અમદાવાદના સાયન્સ સીટીથી રાજ્ય વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ ક્વિઝ અઠવાડીયામાં દર રવિવારથી ચાલું થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિજીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તદઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આપણી ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું છે. ક્વિઝ સ્પર્ધાથી નગરો-મહાનગરોની શાળા અને કોલેજોમાં એક જુવાળ ઊભો થશે. વાંચનની સાથે સાથે સ્પર્ધા કરવાનો ભાવ પણ પ્રબળ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.
જીલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન જીલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો ભાગ લેવા માટે લાયક ઠરશે. આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સાયન્સ સિટીની ટૂર તથા વિજેતા વિદ્યાર્થીઓને નામાંકિત સ્થળોની સ્ટડી ટૂર કરાવવામાં આવશે. તદઉપરાંત તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું છે. ક્વિઝ સ્પર્ધાથી નગરો-મહાનગરોની શાળા અને કોલેજોમાં એક જુવાળ ઊભો થશે સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ-નિયમો સહિત સામાન્ય જ્ઞાનથી વિદ્યાર્થીઓ-નાગરિકો અવગત થાય તે આ સ્પર્ધાનો ઉદ્દેશ છે.
શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી જણાવ્યુ હતુ કે, રાજ્યના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવો આશય આ ક્વિઝ યોજવા પાછળનો છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે વિકાસના અનેક આયામો હાથ ધરાયા છે. રાજ્યના વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે
શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ક્વિઝમાં ધો.૯ થી ૧૨ શાળા કક્ષાના, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરિકોએ પણ ભાગ લીધો છો.
રાજ્યકક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં 75 શાળા કક્ષાના અને 75 કોલેજ કક્ષાના એમ કુલ 150 વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવશે. રાજ્ય કક્ષાના વિજેતાઓને ત્રણ દિવસની ભારતના પ્રવાસી સ્થળો, યાત્રાધામો, ઉદ્યોગ ગૃહો અને ભારતની વિકાસગાથા દર્શાવતા સ્થળોની મુલાકાત કરાવાશે.
ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં કોલેજ કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે 5 લાખ, 3 લાખ અને 1.5 લાખ ઇનામ આપવામાં આવશે. ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં શાળા કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે 3 લાખ, 2 લાખ અને 1 લાખ ઇનામ આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આપણી ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું છે. ક્વિઝ સ્પર્ધાથી નગરો-મહાનગરોની શાળા અને કોલેજોમાં એક જુવાળ ઊભો થશે. વાંચનની સાથે સાથે સ્પર્ધા કરવાનો ભાવ પણ પ્રબળ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
