Happy B'Day: અમદાવાદે પૂરા કર્યા 603 વર્ષ

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી: આજે અમદાવાદ શહેરનો જન્મદિવસ છે. આજે અમદાવાદ શહેરે 603 વર્ષ પુરા કર્યાં છે. ગુજરાતની સલ્તનતની રાજધાની તરીકે સુલતાન અહમદશાહ દ્વારા 26મી ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. સાબરમતીના કિનારે વસેલુ અમદાવાદ શહેર પુરાણમાં જણાવ્યા અનુસાર ઘણુ મહત્વ ઘરાવે છે. નદીકિનારે આવેલા મંદિરો, આશ્રમો, ભદ્રકાળી મંદિર, દધિચિ ઋષિના આશ્રમના કારણે અમદાવાદ શહેર ઘાર્મિક દ્રષ્ટિએ પણ ઘણું અનેરું મહત્વ ઘરાવે છે. પૌરાણિક મહત્વની સાથે કેટલીક રહસ્યમય ઐતિહાસિક વાતો પણ અમદાવાદ શહેર સાથે સંકળાયેલી છે. સ્થાપનાકાળથી જ અમદાવાદ ગુજરાતનું મહત્વનું શહેર બની રહ્યું છે.

પહેલાં માત્ર કોટ વિસ્તારમાં વસેલું અમદાવાદ શહેર આજે તો મહાકાય શહેર બની ગયું છે. બ્રિટિશકાળમાં ભારતના માન્ચેસ્ટર તરીકે જાણીતા બનેલા અમદાવાદે કાપડ ઉદ્યોગની સાથે અન્ય ક્ષેત્રોમાં પણ કાઠું કાઢ્યું હતું. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ શહેરની ભુમિકા મહત્ત્વની રહી. દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીએ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી અને આજે પણ તેમના દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમ વિશ્વભરમાં અહિંસા અને શાંતિનું પ્રતિક બની રહ્યો છે.

ahmedabad

26મી ફેબ્રુઆરી 1411ના રોજ અહમદશાહ બાદશાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરના બીજ રોપ્યા હતા. સુલતાન અહમદશાહ 1410માં ગાદી પર બેઠા હતા અને 32 વર્ષ અમદાવાદ પર રાજ કર્યા પછી 1443માં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ ઘણા સુલતાનો આવ્યાં અને 1759માં મરાઠાઓએ અમદાવાદ પર કબજો જમાવી દીધો હતો.

ત્યારબાદ જનરલ ગોડાર્ડની આગેવાનીમાં બ્રિટિશરોએ અમદાવાદ પર ચઢાઇ કરી જીતી લીધું હતું અને ફત્તેસિંહ ગાયકવાડને તેનું શાસન સોંપવામાં આવ્યું હતું. 63 વર્ષના મરાઠા શાસનકાળમાં અમદાવાદ ખેદાન મેદાન થઇ ગયું હતું અને ગર્વ લઇ શકાય તેવી કોઇ કામગીરી થઇ ન હતી. 1817માં ખેડાના કલેક્ટર ડનલોપે અમદાવાદનો કબજો લેતાં મરાઠા શાસનનો અંત આવી ગયો હતો. બ્રિટિશ શાસનમાં ધીમે ધીમે અમદાવાદ વિકસવા લાગ્યું હતું. મરાઠા શાસકોના ત્રાસના કારણે સ્થળાંતર કરીને ચાલ્યા ગયેલા લોકો પણ પાછા આવીને અમદાવાદમાં વસવા લાગ્યા હતા. રોજગાર અને ધંધાનો વિકાસ થવા લાગ્યો હતો.

મહાત્મા ગાંધીના સ્વદેશાગમન બાદ રાજકીય પ્રવૃત્તિઓ વેગવંતી બની હતી. તો વેપાર ઉદ્યોગ પણ સોળે કળાએ ખીલ્યા હતા. કાપડની મિલોથી અમદાવાદ ધમધમતું હતું અને તેના કારણે સંલગ્ન વેપાર ધંધાનો પણ ઝડપથી વિકાસ થયો હતો. ૧૯૧૫માં ગાંધીજીએ કોચરબ નજીક સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી ત્યારપછી રાજકીય આંદોલનો ઉગ્ર બન્યાં હતાં. 1920માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી.

1924માં સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ સુધરાઇના પ્રમુખ બન્યા હતા. 1947માં ભારત દેશ આઝાદ થયો અને ૧૯૫૦માં અમદાવાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો. બસ ત્યારપછી અમદાવાદે ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે તે એક મહાકાય નગર બની ગયું છે. સીમાડાના પ્રદેશો ગણાતા વિસ્તારો આજે અમદાવાદ શહેરના હાર્દસમાન વિસ્તારો બની ગયાં છે. આઝાદી પહેલાં અને પછીનો મહત્ત્વનો કોટ વિસ્તાર આજે પણ મહત્ત્વની ઐતિહાસિક ઇમારતો સાથે અમદાવાદના બુલંદ ઇતિહાસની સાક્ષી પુરે છે. નદીપારનું આધુનિક અમદાવાદ શહેર કોઇપણ શહેરને ટક્કર આપી શકે તે રીતે વિકાસ પામ્યું છે. એકસમયે ગર્દાબાદ તરીકે બદનામ અમદાવાદ શહેર આજે ભારતના છ સૌથી મોટા શહેરોમાં સ્થાન ધરાવે છે.

જોવાલાયક સ્થળો

સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ
ગાંધી આશ્રમ
સરદાર પટેલ સ્મારક ભવન
કાંકરિયા તળાવ
હઠીસિંહનાં દેરા
અડાલજની વાવ
સીદીસૈયદની જાળી
જામા મસજિદ
ઝૂલતા મિનારા
ઈસરો
ઇસ્કોન મંદિર
સ્મૃતિ મંદિર, ઘોડાસર
વિશાલા હોટલમાં આવેલું ધાતુ સંગ્રહાલય
વૈષ્ણોદેવી મંદિર
ભાગવત વિદ્યાપીઠ
વસ્ત્રાપુર તળાવ
કેમ્પ હનુમાન
લાંભા મંદિર
દાદા સાહેબના પગલાં, નવરંગપુરા
ભદ્રકાલી મંદિર
આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ
સરખેજનો રોજો
કેલિકો મ્યુઝિયમ
માણેક ચોક
રાણીનો હજિરો
સાયન્સ સિટી
સાબરમતી રિવર ફ્રન્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X