For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે અમદાવાદ થયું 604 વર્ષનું, જાણો શું છે અમદાવાદમાં જોવા જેવું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી: આજે અમદાવાદ શહેરનો જન્મદિવસ છે. આજે અમદાવાદ શહેરે 604 વર્ષ પુરા કર્યાં છે. ગુજરાતની સલ્તનતની રાજધાની તરીકે સુલતાન અહમદશાહ દ્વારા 26મી ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. સાબરમતીના કિનારે વસેલુ અમદાવાદ શહેર પુરાણમાં જણાવ્યા અનુસાર ઘણુ મહત્વ ઘરાવે છે. નદીકિનારે આવેલા મંદિરો, આશ્રમો, ભદ્રકાળી મંદિર, દધિચિ ઋષિના આશ્રમના કારણે અમદાવાદ શહેર ઘાર્મિક દ્રષ્ટિએ પણ ઘણું અનેરું મહત્વ ઘરાવે છે. પૌરાણિક મહત્વની સાથે કેટલીક રહસ્યમય ઐતિહાસિક વાતો પણ અમદાવાદ શહેર સાથે સંકળાયેલી છે. સ્થાપનાકાળથી જ અમદાવાદ ગુજરાતનું મહત્વનું શહેર બની રહ્યું છે.

પહેલાં માત્ર કોટ વિસ્તારમાં વસેલું અમદાવાદ શહેર આજે તો મહાકાય શહેર બની ગયું છે. બ્રિટિશકાળમાં ભારતના માન્ચેસ્ટર તરીકે જાણીતા બનેલા અમદાવાદે કાપડ ઉદ્યોગની સાથે અન્ય ક્ષેત્રોમાં પણ કાઠું કાઢ્યું હતું. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ શહેરની ભુમિકા મહત્ત્વની રહી. દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીએ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી અને આજે પણ તેમના દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમ વિશ્વભરમાં અહિંસા અને શાંતિનું પ્રતિક બની રહ્યો છે.

26મી ફેબ્રુઆરી 1411ના રોજ અહમદશાહ બાદશાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરના બીજ રોપ્યા હતા. સુલતાન અહમદશાહ 1410માં ગાદી પર બેઠા હતા અને 32 વર્ષ અમદાવાદ પર રાજ કર્યા પછી 1443માં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ ઘણા સુલતાનો આવ્યાં અને 1759માં મરાઠાઓએ અમદાવાદ પર કબજો જમાવી દીધો હતો.

ત્યારબાદ જનરલ ગોડાર્ડની આગેવાનીમાં બ્રિટિશરોએ અમદાવાદ પર ચઢાઇ કરી જીતી લીધું હતું અને ફત્તેસિંહ ગાયકવાડને તેનું શાસન સોંપવામાં આવ્યું હતું. 63 વર્ષના મરાઠા શાસનકાળમાં અમદાવાદ ખેદાન મેદાન થઇ ગયું હતું અને ગર્વ લઇ શકાય તેવી કોઇ કામગીરી થઇ ન હતી. 1817માં ખેડાના કલેક્ટર ડનલોપે અમદાવાદનો કબજો લેતાં મરાઠા શાસનનો અંત આવી ગયો હતો. બ્રિટિશ શાસનમાં ધીમે ધીમે અમદાવાદ વિકસવા લાગ્યું હતું. મરાઠા શાસકોના ત્રાસના કારણે સ્થળાંતર કરીને ચાલ્યા ગયેલા લોકો પણ પાછા આવીને અમદાવાદમાં વસવા લાગ્યા હતા. રોજગાર અને ધંધાનો વિકાસ થવા લાગ્યો હતો.

કોચરબ નજીક સત્યાગ્રહ આશ્રમની સ્થાપના

કોચરબ નજીક સત્યાગ્રહ આશ્રમની સ્થાપના

1915માં ગાંધીજીએ કોચરબ નજીક સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી ત્યારપછી રાજકીય આંદોલનો ઉગ્ર બન્યાં હતાં. 1920માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી.

કાપડની મિલોથી અમદાવાદ ધમધમતું હતું

કાપડની મિલોથી અમદાવાદ ધમધમતું હતું

મહાત્મા ગાંધીના સ્વદેશાગમન બાદ રાજકીય પ્રવૃત્તિઓ વેગવંતી બની હતી. તો વેપાર ઉદ્યોગ પણ સોળે કળાએ ખીલ્યા હતા. કાપડની મિલોથી અમદાવાદ ધમધમતું હતું અને તેના કારણે સંલગ્ન વેપાર ધંધાનો પણ ઝડપથી વિકાસ થયો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો

મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો

1924માં સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ સુધરાઇના પ્રમુખ બન્યા હતા. 1947માં ભારત દેશ આઝાદ થયો અને 1950માં અમદાવાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો.

આજે મહાકાય નગર બની ગયું છે

આજે મહાકાય નગર બની ગયું છે

બસ ત્યારપછી અમદાવાદે ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે તે એક મહાકાય નગર બની ગયું છે. સીમાડાના પ્રદેશો ગણાતા વિસ્તારો આજે અમદાવાદ શહેરના હાર્દસમાન વિસ્તારો બની ગયાં છે.

ઐતિહાસિક ઇમારતો બુલંદ ઇતિહાસની સાક્ષી પુરે છે

ઐતિહાસિક ઇમારતો બુલંદ ઇતિહાસની સાક્ષી પુરે છે

આઝાદી પહેલાં અને પછીનો મહત્વનો કોટ વિસ્તાર આજે પણ મહત્વની ઐતિહાસિક ઇમારતો સાથે અમદાવાદના બુલંદ ઇતિહાસની સાક્ષી પુરે છે. નદીપારનું આધુનિક અમદાવાદ શહેર કોઇપણ શહેરને ટક્કર આપી શકે તે રીતે વિકાસ પામ્યું છે.

ભારતના 6 મોટા શહેરોમાં સ્થાન

ભારતના 6 મોટા શહેરોમાં સ્થાન

એકસમયે ગર્દાબાદ તરીકે બદનામ અમદાવાદ શહેર આજે ભારતના છ સૌથી મોટા શહેરોમાં સ્થાન ધરાવે છે.

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

ગાંધી આશ્રમ

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

સરદાર પટેલ સ્મારક ભવન

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

કાંકરિયા તળાવ

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

હઠીસિંહનાં દેરા

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

અડાલજની વાવ

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

સીદીસૈયદની જાળી

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

જામા મસજિદ

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

ઝૂલતા મિનારા

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

ઈસરો ઇસ્કોન મંદિર

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

સ્મૃતિ મંદિર, ઘોડાસર

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

વિશાલા હોટલમાં આવેલું ધાતુ સંગ્રહાલય

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

વૈષ્ણોદેવી મંદિર

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

ભાગવત વિદ્યાપીઠ

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

વસ્ત્રાપુર તળાવ

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

કેમ્પ હનુમાન

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

લાંભા મંદિર

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

દાદા સાહેબના પગલાં, નવરંગપુરા

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

ભદ્રકાલી મંદિર

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

સરખેજનો રોજો

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

કેલિકો મ્યુઝિયમ

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

માણેક ચોક

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

રાણીનો હજિરો

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

સાબરમતી રિવર ફ્રન્ટ

જોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

સાયન્સ સિટી

English summary
Happy Birthday Ahmedabad, 604 Year old.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X