For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી, કોણ જાળવી શકશે પોતાનું સ્ટેટસ

ચૂંટણીમાં પાંચ વર્ષ પહેલા ભાજપને હરાવીને ગુજરાતના રાજકીય માહોલ પર ત્રણ યુવા નેતાઓ હવે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જે બાદ હવે આવતીકાલે એટલે કે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

Gujarat Assembly Election 2022

આ ચૂંટણીમાં પાંચ વર્ષ પહેલા ભાજપને હરાવીને ગુજરાતના રાજકીય માહોલ પર ત્રણ યુવા નેતાઓ હવે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. આ ત્રણ નેતામાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને હવે ભાજપમાં જોડાઇ ગયા છે. જ્યારે જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં છે.

ભાજપમાં જોડાવાથી હાર્દિક પટેલને કેટલો ફાયદો થશે

ભાજપમાં જોડાવાથી હાર્દિક પટેલને કેટલો ફાયદો થશે

પાટીદાર આંદોલનમાંથી ઉભરી આવેલા હાર્દિક પટેલ સૌપ્રથમ કોંગ્રેસમાં જોડાયો હતો. જે બાદ હાર્દિક કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો.

હવે અમદાવાદની વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. કોંગ્રેસને વિરમગામ બેઠક પર 2012 અને 2017માં જીત મળી હતી.

વિરમગામ બેઠક પછાત વર્ગ અને ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. જે કારણે હાર્દિક પટેલે વિરમગામ બેઠક પર જીત મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે.

ભાજપમાં જોડાવાથી અલ્પેશ ઠાકોરને કેટલો ફાયદો થશે

ભાજપમાં જોડાવાથી અલ્પેશ ઠાકોરને કેટલો ફાયદો થશે

ગુજરાતમાં દારૂ વેચાતો અટકાવવા માટે જનતા રેડ કર્યા બાદ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની રચના કરી હતી. જે બાદ અલ્પેશ ઠાકોરે દારૂ વિરોધી આંદોલન કર્યા હતા. આ બાદ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા હતા.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાધનપુર વિધાનસભા બેઠક પરથી લવિંગ જી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

અલ્પેશે ભાજપના ઉમેદવાર લવિંગ જી ઠાકોરને 14,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જે બાદ અલ્પેશ ઠાકોર જૂન 2019માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

2022માં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. 2007થી ભાજપ આ સીટ જીતી રહ્યું છે. જોકે, આ વર્ષે પાટીદાર સમાજ કોંગ્રેસના પટેલ ઉમેદવાર તરફ ઝુકાવ હોવાનું જણાઇ રહ્યું છે.

કોંગ્રેસમાં જોડાવાથી જીગ્નેશ મેવાણીને કેટલો ફાયદો થશે

કોંગ્રેસમાં જોડાવાથી જીગ્નેશ મેવાણીને કેટલો ફાયદો થશે

ઉના દલિત આંદોલનનો ચહેરો બનેલા જીગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે અને વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

ભાજપે વડગામમાં 2012માં કોંગ્રેસમાંથી જીતેલા મણીલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. જીગ્નેશ મેવાણી સામે AAP અને AIMIM મળીને કુલ 3 મોટા પડકાર છે.

બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે

બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાંઆવ્યું હતું.

17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયેનામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારેબંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
Hardik patel, Alpesh thakor, Jignesh mevani Who will be able to retain their status in Gujarat Assembly Election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X