For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: હાર્દિક પટેલે ગુજરાતીઓને કરી ભાજપને વોટ આપવાની અપીલ, કહી આ ખાસ વાત

ભાજપના પ્રખ્યાત ચહેરા હાર્દિક પટેલે મતદારોને ખાસ અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે(5 ડિસેમ્બર) મતદાન થઈ રહ્યુ છે. તમામ પક્ષો પોતપોતાની જીતના દાવા પણ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના પ્રખ્યાત ચહેરા હાર્દિક પટેલે મતદારોને ખાસ અપીલ કરી છે. હાર્દિક પટેલે કહ્યુ કે, 'ભાજપે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે અને વિકાસ માટે કામ કર્યુ છે. હું ઈચ્છુ છુ કે તમામ ગુજરાતીઓ ભાજપને મત આપે.'

hardik patel

હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. હાર્દિક પટેલે મતદાન કરતા પહેલા અમદાવાદમાં પોતાના ઘરે પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા ગુજરાતની જનતાને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. હાર્દિક પટેલે કહ્યુ કે, 'હું તમામ મતદારોને અપીલ કરુ છું કે તેમણે મતદાન કરવુ જ જોઈએ. ભાજપે ગુજરાત માટે જે કામ કર્યુ છે તેના માટે તમામ ગુજરાતીઓએ ભાજપને મત આપવો જોઈએ.'

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યુ કે, 'ભાજપે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે અને ગુજરાતના વિકાસ માટે કામ કર્યુ છે. હું ઈચ્છુ છુ કે તમામ ગુજરાતીઓ ભાજપને મત આપે. આપણે મતદાન માટે આપણી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ચૂંટણી એ લોકશાહીની સુંદરતા છે. આ સાથે જ હાર્દિક પટેલની પત્ની કિંજલ બેન પટેલનુ નિવેદન પણ સામે આવ્યુ છે. કિંજલબેન પટેલે કહ્યુ કે વિરમગામ બેઠક પર કોઈ નજીકની લડાઈ નથી, બધા હાર્દિકની સાથે છે. અમે પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. હાર્દિકને પડકારો ગમે છે અને તે આ પડકારને પણ પાર કરશે. તે ચોક્કસપણે જીતશે. અમારા વિસ્તારમાં હાર્દિક સાથે હરીફાઈ કરનાર કોઈ નથી અને લોકોનો પ્રેમ અમારી સાથે છે.'

English summary
Gujarat Election 2022: Hardik Patel appeals to vote and says BJP has maintained law and order in Gujarat, want Gujaratis to vote for us.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X