For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશદ્રોહ બાદ હાર્દિક પટેલ પર લૂંટનો કેસ

|
Google Oneindia Gujarati News

પાટીદાર અનામત આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલની મુસિબતો દિવસેને દિવસે વધી રહી છે. હાલમાં જ હાર્દિક પટેલની સૂરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હજીરા પોલીસ સ્ટેશનમાં હાર્દિકની આઠ કલાક સુધી પૂછપરછ ચાલી હતી. ત્યારબાદ હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે હાર્દિક પટેલને શુક્રવાર સુધી એટલે કે 23 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

મહત્પૂર્ણ છેકે રાજકોટમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે બીજી ફરિયાદ સુરતમાં રાજદ્રોહ માટે કરવામાં આવી છે. તમને યાદ અપાવી દઇએ કે સુરતમાં આપધાત કરનાર યુવકને પોતે મરવાના બદલે બે-ચાર પોલિસવાળાને મારી નાંખવાની સલાહ આપવાના મામલે ખુદ ડીસીપીએ જ હાર્દિક પટેલ વિરૂદ્ધ દેશદ્રોહની ફરિયાદ નોંધાવી છે.

દેશદ્રોહનો આ કેસ ચોક્કસ રીતે હાર્દિક પટેલની મુશ્કેલી વધારી દેશે. જાણો હાર્દિક પર કયા ચાર્જ લગાવવામાં આવ્યા છે.

હાર્દિક પર વિદ્રોહનો ચાર્જ

હાર્દિક પર વિદ્રોહનો ચાર્જ

હાર્દિક પટેલે 3 ઓક્ટોબરના દિવસે ભડકીલા ભાષણ આપ્યા હતા. હાર્દિક પટેલે પોતાના એક સંબોધનમાં પાટીદારોને ઉશ્કેર્યા હતા કે તે ખુદ આત્મહત્યા કરવાની જગ્યાએ પોલીસ વાળાઓને મારે.

રાષ્ટ્રદ્વજનું અપમાન

રાષ્ટ્રદ્વજનું અપમાન

રાજકોટમાં આયોજીત ક્રિકેટ દરમ્યાન ક્રિકેટના ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે હાર્દિકની અટકાયત કરી હતી. ત્યારે ગાડી ઉપર ચઢી જઇને તેણે નારેબાજી કરી હતી. તે દરમ્યાન હાર્દિક પટેલે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતુ. આ અંગે હાર્દિક પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય ફરિયાદો

અન્ય ફરિયાદો

પરંતુ આ બધા વિવાદોની વચ્ચે વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં હાર્દિક વિરૂદ્ધ અન્ય ત્રણ ફરિયાદ દાખલ થઇ છે. બેચરાજી અને મોઢેરામાં એક સાર્વજનિક અધિસૂચનાનો ભંગ કરવામાં હાર્દિક પટેલનો હાથ હોવા અંગે જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

લૂંટનો કેસ

લૂંટનો કેસ

વધુમાં વિસનગર પોલીસે લૂંટના એક કેસમાં જે અપરાધીઓ વિરૂદ્ધ ચાર્જ લગાવ્યા છે, તે અપરાધીઓના કનેક્શન હાર્દિક પટેલ સાથે હોવાના સમાચાર છે

પાટીદાર રેલી દરમ્યાનની હિંસામાં હાર્દિકનો હાથ

પાટીદાર રેલી દરમ્યાનની હિંસામાં હાર્દિકનો હાથ

આ ઉપરાંત 23 જૂલાઇના રોજ એક પાટીદાર રેલી દરમ્યાન થયેલી હિંસા અને બર્બરતામાં પણ હાર્દિક પટેલનો હાથ હોવાની વાત સામે આવી રહી છે. આ હિંસામાં ઉપદ્રવીઓએ મિડીયા કર્મીઓના કેમેરા પણ તોડી નાખ્યા હતા.

મહેસાણા પોલીસ ટ્રાન્સફર વોરંટની માંગ કરી શકે છે

સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છેકે મહેસાણા પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા સૂરત પોલીસ પાસેથી હાર્દિકની કસ્ટડી ઇચ્છી રહી છે. મહેસાણા પોલીસ પાસે હાર્દિક પર લૂંટનો કેસ દાખલ કરવા માટે પૂરતા પૂરાવા છે.

English summary
Hardik Patel was arrested under the charges of sedition by Surat police. After 8 hour-long questioning at Hazira police station, he was produced before the court which remanded him to police custody till Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X