હાર્દિક પટેલનો આરોપ ભાજપે જીતવા માટે લીધો છે અપક્ષનો સહારો

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દરેક પક્ષ અને દરેક નેતા અલગ અલગ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યું છે. તેવામાં પાસ કન્વીનર હાર્દિક પટેલે ધોળકાની જાહેર સભા બાદ ટ્વિટ કરીને જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપ પોતાની હાર દેખી રહ્યું છે. અને આ જ કારણે તે દરેક સીટ પર 5 થી 6 નિર્દલીય ઉમેદવારો ઊભા કરી રહ્યું છે અને તે માટે તે કરોડો રૂપિયા પણ ખર્ચ કરી રહ્યું છે. હાર્દિકે તેવો પણ આક્ષેપ કર્યો છે કે નિર્દલીય ઉમેદવારો ઊભા રાખીને ભાજપ ચૂંટણીમાં મોટો દાવ રમી રહી છે.

hardik patel

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે અનામતથી લઇને દલિત ફેક્ટરને નજરે રાખતા કોંગ્રેસ અને ભાજપ બન્નેએ અનેક નવા ઉમેદવારોને ટિકિટ આપી છે. સાથે જ કેટલાકને રિપિટ પણ કર્યા છે. જેના કારણે અનેક બેઠક પર વિવાદ ઊભો થયો છે અને જ વિવાદના કારણે અનેક બેઠકો પરથી અપક્ષ ઉમેદવારોએ પણ મોટી સંખ્યામાં ઉમેદવારી પત્ર ભર્યા છે. અપક્ષ ઉમેદવારોની આ જ સંખ્યા અમુક બેઠકો માટે ત્રિકોણીય જંગ સમાન બની ગઇ છે. ત્યારે હાર્દિકનો તેવો આક્ષેપ છે કે બેઠકો પર નિર્દલીય ઉમેદવાર ઊભા કરવા પાછળ ભાજપની એક લાંબી રણનીતિ જવાબદાર છે.

English summary
Hardik Patel claimed BJP is using Independent candidate for his own gain. Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.