For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિકે કહ્યું અમારી જીત, ભાજપે કહ્યું અમારી જીત! , જીત કોની?

|
Google Oneindia Gujarati News

સુરતમાં ગુરુવારે રાજસ્વી પાટીદાર સમારંભ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ તો કાલે પતી ગયો પણ તેની સાથે જોડાયેલો વિવાદ પતવાનું નામ નથી લેતા. કાર્યક્રમ પત્યા પછી ફેસબુક દ્વારા હાર્દિક પટેલે એક લાઇવ વીડિયો પોસ્ટ કરી સરકારને ચીમકી આપી કે કાર્યક્રમના નામે ખોટી રીતે પકડેલા તમામ પાટીદારોને પોલિસ અને સરકાર છોડી દે. તો આ સાથે જ સવારથી જ તેની અનેક ફેસબુક પોસ્ટમાં તેણે ભાજપના સુરતના કાર્યક્રમમાં પાટીદારોએ કેવો ફિયાસ્કો કર્યો, અને પાસની કેવી જીત થઇ તેના વિષે પણ જણાવ્યું છે.

ભાજપે કાર્યક્રમ ટૂંકમાં પતાવ્યો, પાટીદારોએ કર્યો વિરોધભાજપે કાર્યક્રમ ટૂંકમાં પતાવ્યો, પાટીદારોએ કર્યો વિરોધ

તો બીજી તરફ અમિત શાહ જેવા નેતાઓ આ કાર્યક્રમને સફળ પ્રયાસ જણાવી રહ્યા છે. અને અસામાજીક તત્વો દ્વારા થયેલા વિરોધને નજરઅંદાજ કરીને પાટીદારો દ્વારા ભાજપ સરકારને બિરદાવામાં આવી તે વાત પર "ભાર" આપવાની વાત કરી રહ્યા છે. આમ પાસ અને ભાજપ બન્ને પોત પોતાની રીતે આ જીતનો સહેરો પોતાના માથે ફિટ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ તે વાત બિલકુલ પણ નકારી ના શકાય કે ભાજપના પ્રયાસને પાસ નેતાઓએ મોટો પ્રમાણમાં વિફળ બનાવ્યો છે.

ત્રણ વિડિયો ત્રણ વિવાદ: હાર્દિક, પૈસાને લાપસીત્રણ વિડિયો ત્રણ વિવાદ: હાર્દિક, પૈસાને લાપસી

જો કે આ કાર્યક્રમ તો પતી ગયો પણ હાર્દિક પટેલ પર ખુદ, પાસના નેતાઓ દ્વારા લગાડવામાં આવી રહેલા વિવાદો પૂર્ણ નથી થયા. જે જોતા આવનારા સમયમાં હાર્દિક પટેલ અને ભાજપ બન્ને માટે આકારા સાબિત થશે તે વાત તો પાક્કી છે. હાર્દિક પટેલની સામે જ્યાં પોતાના જ લોકો દ્વારા લગાડવામાં આવેલા વિવિધ પુરાવા સાથે વિવાદોમાંથી બહાર આવવાની મુશ્કેલી ઊભી છે. ત્યાં જ ભાજપ સામે રિસાયેલા અને ખીજાયેલા પાટીદારોને 2017 પહેલા પોતાના કેમ કરવા તેની મુશ્કેલી ઊભી છે.

અમિત શાહ

અમિત શાહ

અમિત શાહે ગુરુવારની સભામાં જે 4 મિનિટ ટૂંકૂ ભાષણ આપ્યું તેમાં એક જ નારો તેમણે વારંવાર વાગોળ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના વિકાસમાં પાટીદાર સમાજનું મોટું યોગદાન છે. અમિત શાહને પાટીદાર સમાજની આટલી યાદ આવી તે સ્પષ્ટપણે બતાવે છે કે 2017ની ચૂંટણીમાં ભાજપને પાટીદારોની તાતી જરૂર છે.

વિજય રૂપાણી

વિજય રૂપાણી

તો બીજી બાજુ વિજય રૂપાણીએ પણ કહ્યું કે સૌની યોજનાથી તેમની સરકાર ખેડૂતોને ખુશ કરશે અને સમાજને સાથે રાખી વિકાસની વાત કરી...જે બતાવે છે કે આ ભાજપ પાટીદારોને રીજવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

જો કે કાર્યક્રમના શરૂ થવાની પહેલા જ હાર્દિક પટેલે ફેસબુક લાઇવ દ્વારા જે વીડિયો અપલોડ કર્યા હતા. તેના કારણે સુરતમાં ભાજપે, પાટીદારો દ્વારા જ પોતાનું જે સન્માન કરવાનું સ્વપ્ન હતું તે વિફળ કર્યું છે. પણ આવનારા સમયમાં હાર્દિક સામે પણ અનેક મુશ્કેલીઓ ઊભી છે.

સંગઠિત સમાજ? વિવાદો

સંગઠિત સમાજ? વિવાદો

પાટીદાર સમાજમાં જ અંદર અંદર જ ફૂટ પડી છે. હાર્દિકની ડાબો અને જમણો હાથ ગણાતા કેતન પટેલ અને ચિરાગ પટેલે જ હાર્દિક સામે લાલ આંખ કરી છે. તેમણે હાર્દિક વિરુદ્ધ અનેક ચોંકવનારા આક્ષેપ કર્યા છે. જેમાં તેણે હાર્દિકને સમાજના પૈસાનો દૂર ઉપયોગ કરવાથી લઇને સમાજને કોંગ્રેસ જેવા પક્ષો સાથે વેચાવાના આરોપ મૂક્યા છે. જે બતાવે છે કે,પાટીદાર અનામત આંદોલન, આંતરિક વિવાદોનું આંદોલન બની ગયું છે.

જીત કોની નુક્શાન કોનું?

જીત કોની નુક્શાન કોનું?

જો કે સુરત કાર્યક્રમમાં જીત પાસની થઇ છે. પણ આવનારા સમયમાં હાર્દિક અને પાસ માટે પણ અનામત નામની જીત મુશ્કેલ છે અને ભાજપ માટે 2017ની ચૂંટણી તરીકે જીત મુશ્કેલ છે. સાથે જ વિવાદોના કારણે ગુજરાત વિકાસને પણ રોક લાગી છે તે પણ એક વિચારવા લાયક વાત છે. જે રોકાણકારો ગુજરાતની શાંતિને જોઇને અહીં રોકાણ માટે વિચારતા હતા. તે રોજ રોજ થઇ રહેલા આ વિરોધ પ્રદર્શનના કારણે દૂર થઇ રહ્યા છે. લોકશાહીમાં વિરોધ પણ જરૂરી છે પણ વિચારવા લાયક વાત તે બની જાય છે કે વિરોધનું માધ્યમ શું છે અને તેનાથી પ્રાપ્ત કોને અને શું થાય છે?

English summary
Hardik patel claims he won,bjp claims they won ,but both of them have lost. How read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X