અમિત શાહ હુમલો કરાવે તેવું મને જોખમઃ હાર્દિક પટેલ
આજકાલ ગુજરાતમાં પાટીદાર આંદોલન અને અમિત શાહની ગુજરાતમાં હાજરીની જ ચર્ચા છે. પાટીદાર અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કઈ જ બરાબર નથી ચાલી રહ્યું. કેટલાક પાટીદાર ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે તો કેટલાક હાર્દિક પટેલને સાથ આપી રહ્યા છે.
હાર્દિકે એવી શંકા વ્યક્ત કરી છે કે અમિત શાહના ઇશારે ઉદયપુર પોલીસ મારી પર હુમલો કરી શકે છે. આ શંકાને આધારે હાર્દિકે ઉદયપુરમાં તેના ઘરમાં 6 જટલા કેમેરા લગાવ્યા છે. હાર્દિકે જણાવ્યુ હતું કે, અમિત શાહના કહેવાથી ઉદયપુર પોલીસ મારી ઉપર હુમલો કરે અથવા તો મને કોઇ કાવતરાંમાં ફસાવી શકે છે.

હાર્દિકના જણાવ્યા પ્રમાણે કેટલાક દિવસોથી તેના ઉદયપુર સ્થિત ઘરની બહાર કેટલીક શંકાસ્પદ ગાડીઓ આવીને ઉભી રહે છે. આ ગાડીમાંથી અજાણ્યા લોકો પોલીસ સાથે વાત કરી મકાનના ફોટા પાડે છે. આથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.













Click it and Unblock the Notifications
