For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ દાદી-પિતાની હત્યાના નામ પર ક્યારેય વોટ નથી માંગ્યા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની પોરબંદર સીટના ઉમેદવાર લલિત વસોયાની જનસભામાં પ્રચાર કરવા માટે પહોંચેલા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના વખાણના પુલ બાંધ્યા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની પોરબંદર સીટના ઉમેદવાર લલિત વસોયાની જનસભામાં પ્રચાર કરવા માટે પહોંચેલા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના વખાણના પુલ બાંધ્યા. હાર્દિક પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ ક્યારેય પણ પોતાના પિતા અને દાદીની હત્યા થવાની વાત કહીને વોટ નથી માંગ્યા. આવું કામ ભાજપના લોકો કરે છે.

Hardik Patel

પાર્ટી સાથે જોડાવવાની વાત કરતા હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ સાથે જોડાતા પહેલા મેં ઘણો વિચાર કર્યો. દેશમાં થયેલા વિકાસના કામોમાં કોંગ્રેસનું યોગદાન કોઈ પણ નાગરિક નથી ભૂલી શકતો. કોંગ્રેસ સાથે જોડાવવાના હાર્દિક પટેલે અલગ અલગ કારણો આપ્યા છે. પહેલું કારણ આપતા હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુ સહીત સરદાર વલ્લભભાઈ પટેલની પાર્ટી છે.

આ પણ વાંચો: આપ અને કોંગ્રેસ વચ્ચે આ શરતો પર ગઠબંધનનો રસ્તો નક્કી: સૂત્ર

હાર્દિક પટેલે કહ્યું કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી તેમની સાથે હું ક્યારેય પણ નહીં જોડાય શકું. જે લોકો પાસે જમીન ના હતી તેમને જમીન આપવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું. મારો જન્મ જે હોસ્પિટલમાં થયો, મારો અભ્યાસ જે સ્કૂલમાં થયો તે કોંગ્રેસ પાર્ટી ઘ્વારા બનાવવામાં આવ હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનથી આવીને વસેલા લોકો પણ લોકસભા ચૂંટણીમાં વોટ આપશે

હાર્દિકે પટેલે આગળ જણાવ્યું કે કોંગ્રેસ પણ ભાજપની જેમ મૂર્તિઓ બનાવવામાં લાગી ગઈ હોત તો દેશને આઇઆઇએમ અને આઈઆઈટી જેવી સંસ્થાઓ ક્યારેય મળી ના હોત. આ બધા કારણોથી મેં કોંગ્રેસ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો છે.

English summary
Hardik Patel told why he joined Congress party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X