
નીતિન પટેલે સીધી રીતે હાર્દિક પટેલનું નામ લેવાનું ટાળ્યુ
હાર્દિક પટેલના કોંગ્રેસમાથી રાજીનામાં બાદ તેના ભાજપમાં જોડવાને લઇને અનેક અટકલો લાગી રહી હતી. ત્યારે ભાજપના આંતરીક સૂત્રોના જણાવ્ય અનુસાર 2 જૂનના રોજ હાર્દિક પટેલ પોતાના સમર્થકો સાથે ભાજપના અધ્યક્ષ સી. આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેદ્ર પટેલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલ સહિતના નેતાઓની હાજરમાં ભાજપમાં જોડાશે.
આ મામલે પૂર્વ નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ભાજપમાં દ્વારા તમામ લોકો માટે ખુલા છે. જે લોકો સમાજ સેવા રાજકીય માધ્યથી ભાજપમાં જોડાઇને રાષ્ટ્ર સેવા કરવા માંગતા હોય તેમનું ભાજપમાં સ્વાગત છે.
ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા આ પહેલા પણ અનેક નેતાઓ સામાજીક આગેવાનો બુધજીવો વકીલ ડોક્ટરો સહિતના લોકો ભાજપમાં જોડાયા છે. જે લોકો ભાજપની વિચાર ધારાને અપવામાં માંગ છે. તેમને ભાજપમાં સ્વગાત છે. નીતિન પટેલ ઘણા સમય બાદ કોઇ સરકાર કાર્યક્રમમાં જાહેર મંચ પર જોવા મળ્યા હતા. તેમને મુખ્યમત્રીની બાજૂની ખુરશી પર બેસવાની જગ્યા આપવામાં આવી હતી.
હાર્દિક પરની પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે સીધી રીતે કે આડકરતી રીતે હાર્દિક પટેલનું નામ લેવાનું ટાળ્યુ હતુ. અને હાર્દિક પટેલના ભાજપમાં જોડવા અંગે તેમને કોઇ માહિતી નહી હોવાનું નિવેદન આપ્યુ હતુ.