For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની હાજરીમાં 12મી માર્ચે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે

રાહુલની હાજરીમાં 12મી માર્ચે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ 12મી માર્ચે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે, આ અંગે ગુરુવારે પાટીદાર અનામત આંદોલન સમિતિએ જાહેરાત કરી હતી. રાજકોટ ખાતે પાસની કોર કમિટીની બેઠક બાદ આ અંગે જાહેરાત કરવામાં આવી છે. ચર્ચા મુજબ હાર્દિક પટેલ જામનગરની સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે. જણાવી દઈએ કે જામનગર સીટ પર પાટીદારોનું પ્રભુત્વ સારુંએવું છે અને કોઈ બળવાન પાટીદાર નેતા આ સીટ પરથી નથી લડી રહ્યા.

hardik patel

કોર કમિટીના સભ્ય ગીતા પટેલે કહ્યું કે, "12મી માર્ચે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાશે. 12મી માર્ચે અમદાવાદમાં યોજાનાર રેલીમાં પણ હાર્દિક પટેલ ભાગ લેશે. કોંગ્રેસમાં જોડાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતીએ હાર્દિક પટેલને મંજૂરી આપી દીધી."

જણાવી દઈએ કે હાર્દિક પટેલ હાલ રાજદ્રોહના કેશમાં જામીન પર બહાર છે અને તે આગામી લોકસભા ચૂંટણી લડનાર છે. ગીતા પટેલે કહ્યું કે, "હાર્દિક પટેલ મહેસાણા, અમરેલી અથવા જામનગરથી ચૂંટણી લી શકે છે. જો કે હજુ કંઈ ફિક્સ થયું નથી. હાલ તે પાર્ટીમાં જોડાઈ રહ્યો છે ત્યારે ક્યાંથી ચૂંટણી લડશે તે અંગેનો અંતિમ નિર્ણય કોંગ્રેસ લેશે."

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે જાહેરાત કરી છે કે 12મી માર્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક હોવાથી અને પબ્લિક રેલી યોજાનાર હોવાથી રાહુલ ગાંધી સહિતના અન્ય સિનિયર નેતા અમદાવાદમાં હાજર રહેશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા 28મી ફેબ્રુઆરીએ યોજાનાર હતી, પરંતુ બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકને કારણે આ બેઠકની તારીખ પાછળ ખસેડવામાં આવી છે. પાટીદાર સમાજને અનામત અપાવવાની માંગ સાથે આંદોલન કરી હાર્દિક પટેલ લાઈમ લાઈટમાં આવ્યો હતો. વિધાનસભા 2017ની ચૂંટણી પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.

આ પણ વાંચો- ગુજરાતની આ સીટ પરથી હાર્દિક પટેલ લડશે લોકસભાની ચૂંટણી

English summary
hardik patel will join congress on 12th march
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X