DyCM હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા સ્વિત્ઝર્લેન્ડ જશે

Gandhinagar: ગુજરાતને વૈશ્વિક રોકાણ માટેનું હોટસ્પોટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે DyCM હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ જશે. આગામી 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી 'વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026' (WEF) માં ગુજરાત રાજ્ય સરકાર પોતાની પ્રબળ હાજરી નોંધાવશે.

Gujarat Deputy CM Harsh Sanghavi

'વિકસિત ગુજરાત @2047'ના સંકલ્પ સાથે વૈશ્વિક મંચ પર પ્રસ્થાન

PM નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ભારતને વૈશ્વિક શક્તિ બનાવવાની દિશામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો અને 'વિકસિત ગુજરાત @2047' ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવાનો છે.

રોકાણ માટે 58 હાઈ-લેવલ વન-ટુ-વન બેઠકો

DyCM હર્ષ સંઘવી આ પ્રવાસ દરમિયાન વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને ગ્લોબલ લીડર્સ સાથે 58 જેટલી વ્યૂહાત્મક બેઠકો યોજશે. જેમાં મુખ્યત્વે નીચેના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ

  • રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા)
  • ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ
  • એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઈલ
  • શિપિંગ અને લોજિસ્ટિક્સ

વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ સાથે ચર્ચા

ગુજરાત સરકારનું પ્રતિનિધિમંડળ વિશ્વ વિખ્યાત કંપનીઓ જેવી કે AP Moller Maersk, Sumitomo Group, Johnson Controls, Engie અને Linde ના વડાઓ સાથે રૂબરૂ મુલાકાત કરશે. આ બેઠકો દ્વારા રાજ્યમાં નવી ટેકનોલોજી લાવવા અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવા પર ભાર મૂકવામાં આવશે.

વૈશ્વિક સત્રોમાં ગુજરાતનો અવાજ

રોકાણ આકર્ષવા ઉપરાંત હર્ષ સંઘવી વિવિધ મહત્વપૂર્ણ સત્રોમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે. તેઓ નીચે મુજબના વિષયો પર ગુજરાતનું મોડલ રજૂ કરશે.

  • નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારતનું સ્થાન.
  • સ્પોર્ટ્સ પાવર: વારસાથી ભવ્યતા તરફની સફર.
  • એનર્જી ટ્રાન્ઝિશન અને ક્લીન એનર્જી ઇનિશિયેટિવ.
  • જળ સુરક્ષા (મિશન વોટર) અને સસ્ટેનેબિલિટી.

"ગુજરાત - રેડી ફોર ધ વર્લ્ડ, વ્હેર વિઝન મીટ્સ એક્શન" - આ મંત્ર સાથે રાજ્ય સરકાર વિશ્વના મંચ પર પોતાની મજબૂત દાવેદારી રજૂ કરવા સજ્જ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X