સર્વે: જાણો લોકોએ શું કહ્યું નોટબંધી સામાન્ય માણસ માટે ફાયદાકારક છે?

Posted By:
Subscribe to Oneindia News

વનઇન્ડિયા દ્વારા નોટબંધી પર અમે એક સર્વે કર્યો હતો. આ સર્વે અમે અમારી અન્ય ચેનલા જેમ કે અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડા, મલયાલમ અને બંગાળી ચેનલમાં પણ કર્યો હતો જેમાં 31198 લોકોએ ભાગ લીધો હતો. ત્યારે અત્યાર સુધીના સૌથી મોટા ઓનલાઇન પોલમાં લોકોએ અમારા સવાલોનો શું જવાબ આપ્યો જાણો અહીં.

Read Also: સર્વે : શું મોદી સરકારનો નોટરદ્દ કરવાનો નિર્ણય યોગ્ય છે?

pai chart

અમારા આ સર્વેમાં અમે લોકોને પૂછ્યું હતું કે શું નોટબંધીના આ નિર્ણયથી સામાન્ય માણસને કોઇ રીતેનો ફાયદો થશે. જેમાં ભારતભરથી કુલ 18503 લોકોએ તે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નિર્ણયથી લાંબા ગાળે સામાન્ય જનતાને ફાયદો થશે.

pai chart

એટલું જ નહીં લોકોએ સ્વીકાર્યું કે આ નિર્ણય લેતી વખતે મોદી સરકારે જે રીતે ગુપ્તતા જાળવી તે પણ યોગ્ય હતી. કુલ 64.2 ટકા લોકોએ મોદી સરકાર દ્વારા આ નિર્ણયને લઇને રાખવામાં આવતી ગુપ્તતાનું સમર્થન કર્યું હતું.

pai chart

જો કે નોટબંધી બાદ સરકારની જે અવ્યવસ્થા સામે આવી છે તે અંગે સવાલ પૂછતા59.3 ટકા લોકોએ તે વાત સ્વીકારી કે નોટબંધી બાદ સરકારની અણઆવડત છતી થઇ છે. જ્યારે 40.7 ટકા લોકોએ સ્વીકાર્યું કે આવા નિર્ણયોમાં ગુપ્તતા રાખવી જરૂરી હતી. અને જે થયું તે યોગ્ય છે.

pai chart

વળી 64 લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડિસેમ્બરમાં પરિસ્થિતિ સુધરશે. નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોની નોટરદ્દ થયા પછી ધીરજ રાખવાનું કહ્યું હતું. અને ડિસ્મબર સુધીનો સમય માંગ્યો હતો. તો સામે પક્ષે 36 ટકા લોકો તેમ પણ કહ્યું હતું કે આમ કરીને મોદી ખાલી વધુ સમય માંગી રહ્યો છે.

pai chart

વળી નોટબંધી બાદ લોકોને હાલ જે નાણાની તંગી ઊભી થઇ છે તે માટે કોણ જવાબદાર છે તે સવાલના જવાબમાં 50 ટકા લોકોએ સરકારને જવાબદાર ગણાવી જ્યારે 29.8 ટકા લોકોએ આરબીઆઇ અને 20.1 ટકા લોકોએ બેંકને જવાબદાર ગણાવી હતી.

pai chart

જો કે નોટરદ્દ થવાથી આવનારી 2017ની ચૂંટણી પર કોઇ અસર થશે કે કેમ તે અંગે 42.8 ટકા લોકોએ જણાવ્યું કે આનાથી ભાજપ સરકારને કોઇ નુક્શાન નહીં થાય. ઉલ્ટાનું આ નિર્ણયથી તેની જીત 2017માં પાક્કી થશે. તો 36.9 ટકા લોકોએ તે પણ કહ્યું કે લોકોની યાદશક્તિ ખૂબ જ ઓછી હોય છે અને આ વાતથી કોઇ ફરક નહીં પડે. જ્યારે 20.3 ટકા લોકોએ સરકારનો આ નિર્ણય અયોગ્ય જણાવીને બીજેપીની હારની વાત પણ ઉચ્ચારી હતી.

English summary
There has been a lot of hype and debate around the decision taken by the government on demonetisation
Please Wait while comments are loading...