EBCની જાહેરાતને હાઇકોર્ટે ગેરબંધારણીય ગણાવી
ગુજરાત સરકાર અને આનંદીબેન દ્વારા સવર્ણો માટે જાહેર કરવામાં આવેલી 10 ટકા ઇસીબીને ગુજરાત હાઇકોર્ટે ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી છે. બિનઅનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકો માટે જાહેર કરવામાં આવેલ આ આર્થિક અનામતને હાઇકોર્ટ દ્વારા ગેરકારદેસર જાહેર કરતા ભાજપ સરકારને આવનારા દિવસોમાં મોટો ફટકો લાગી શકે છે.

ગુજરાત હાઇકોર્ટે આ અંગે કહ્યું કે સરકારે કોઇ પણ સર્વે કરાવ્યા વગર જે આર્થિક અનામત જાહેર કરી છે તેનાથી કાયદાકીય રીતે જે અનામતનું પ્રમાણ છે તે 50 ટકા વધી જાય છે અને તે ગેરબંધારણીય છે. જેથી તેને રદ્દ કરવામાં આવે છે. જો કે આ મામલે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે સરકાર પર દોષ રોપતા કહ્યું હતું કે સરકારે આ મામલે પહેલેથી જ ગેરમાર્ગે દોર્યા હતા.












Click it and Unblock the Notifications
