રાજ્યના નાગરિકોને ૧૦૮ સિટિઝન મોબાઇલ એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
ગુજરાતની ૧૦૮ સેવાનો રિસ્પોન્સ ટાઇમ શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ અને ગ્રામીણમાં ૨૦ મિનિટ અને સમગ્ર રાજ્યમાં સરેરાશ ૧૬ મિનિટનો
આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પથરાયેલા ૮૦૦ થી વધું ૧૦૮ એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ ૧૬ મીનિટનો કર્યો છે.આજે ૧૦૮ એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે.

આજે ગાંધીનગર ખાતે ૧૦૮ સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરતા મંત્રી એ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં મંત્રીશ્રીએ 108 સિટીઝન મોબાઇલ એપનો રાજ્યની જનતાને મહત્તમ ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ બનશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ. આક્સમિક પરિસ્થિતિઓમાં દર્દી , સગા તેમજ સામાન્ય વ્યક્તિ આરોગ્ય સેવા માટે સૌથી પહેલા ૧૦૮ ની એમબ્યુલન્સને જ યાદ કરે છે. ૧૦૮ એબ્યુલન્સ સેવાના સુદ્રઢ માળખામાં નીતનવા સમય આધારિત સુધારા તેમજ ટેકનોલોજીના સમન્વય સાથે ના ફેરફાર કરીને સેવાને શ્રેષ્ઠત્તમ બનાવવાની દિશામાં સમગ્ર તંત્ર કામ કરી રહ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.












Click it and Unblock the Notifications
