અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન રજુ કરાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન રજુ કરાયો છે. જેમાં મેયર ગૌતમ શાહના અધ્યક્ષતામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પ્રવિણભાઇ પટેલ, સહિતના અધિકારી હાજર રહ્યા હતા. હીટ એક્શન પ્લાનમાં ટ્રાફિક પોલીસના સ્ટાફને ઓઆરએસના પાઉચ આપવામાં આવશે. આ ઉપરાંત, 3 પીવાના પાણીના 3 મોબાઇલ પરબ પણ શહેરમાં મુકવામાં આવ્યા છે. આ પાણીની મોબાઇલ પરબો જાહેર સ્થળો, કન્સ્ટ્રક્શન સાઇટો, રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન, એપીએમસી માર્કેટ સહિતના વિસ્તારોમાં આગામી તારીખ 15મી જુન સુઘી ફરશે. આ ઉપરાંત, ગોરધનવાડી ટેકરા પાસેના રૂબારી વાસના છાપરા ખાતે લાઇમ એપ્લીકેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે અંદાજે 2500 જેટલા મકાનોની છત પર વ્હાઇટ લાઇમ એપ્લીકેશનની કામગીરી કરવામાં આવી હતી અને ચાલુ વર્ષે 5000થી વધારે મકાનોમાં વ્હાઇટ વોશ લાઇમ એપ્લીકેશનની કામગીરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Ahmedabad

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ વર્ષ 2010થી 2017 દરમિયાન હીટ એક્શન પ્લાનના અમલથી હીટ સ્ટ્રોક અને તેના કારણે થતા મૃ્ત્યુના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2010માં 274 જેટલા હીટ સ્ટ્રોકના કેસ અને 65 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. અને તેની સરખામણીમાં 2014થી 2017 દરમિયાન 212 જેટલા હીટ સ્ટ્રોકના કેસ અને 36 જેટલા લોકોના મોત ગરમીના કારણે થયા હતા. જે આંકડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટસલમાં નોંધાયેલા છે.

આ ઉપરાંત, એ એમસીના અધિકારીઓએ જણાવ્યું હતુ કે ગરમીમાં વધારે પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી . લીબુ પાણી પીવુ અને વધારે પ઼઼ડચો શ્રમ ટાળવો અને તડકામાં ફરવાનું ટાળવુ જોઇએ .ઠંડક માટે એસી કે કુલરનો ઉપયોગ કરવો અને ઠંડક માટે માથા પર ભીનું કપડુ મુકવા જેવી બાબતો પર ધ્યાન આપવાથી ગરમીમાં રાહત મેળવી શકાશે.

English summary
Heat Action Plan presented by Ahmedabad Municipal Corporation

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.