ભારે વરસાદથી ગુજરાતભરના ડેમ છલકાયા; જાણો ક્યાં ક્યાં એલર્ટ જાહેર

અમદાવાદ, 9 સપ્ટેમ્બર : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની મહેરબાની બાદ હવે લોકો માટે ચિંતા કરે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી નવા પાણીની ભરપૂર આવકને કારણે ગુજરાતના અનેક ડેમ છલકાયા છે અને અનેક ડેમ છલકાવાની તૈયારી છે. જેના પગલે ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે કેનાલની આસપાસના ગામોમાં પૂર સંકટ તોળાઇ રહ્યું છે.

આ સંદર્ભમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સમીક્ષા બેઠક યોજવાના છે. ગુજરાત સરકારે સાવચેતીના પગલાંરૂપે અનેક જિલ્લાઓના ગામોમાં એલર્ટ રહેવાની સૂચના આપી છે. આ ગામો અને વિસ્તારો કયા છે તે જાણવા આગળ ક્લિક કરો...

નર્મદા ડેમ ઓવરફ્લો થતા 80 ગામોમાં એલર્ટ

નર્મદા ડેમ ઓવરફ્લો થતા 80 ગામોમાં એલર્ટ


સોમવારે બપોરે નર્મદા ડેમ ઓવર ફ્લો થતાં સાંજે વધારે પાણી છોડવાનું શરૂ કરાયું છે. ના પગલે નર્મદા, વડોદરા, ભરૂચ જિલ્લાના કાંઠાના 80 ગામોને એલર્ટ કરાયા છે.

આ પાણીથી ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 18.4 મીટર અને ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પાણીની સપાટી 20.8 મીટરે પહોંચી છે. અંકલેશ્વર અને નર્મદા જિલ્લાના કલેકટરે ગામના તલાટી અને સરપંચોને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપી છે.

વડોદરાના આજવા ડેમના દરવાજા ખોલાયા

વડોદરાના આજવા ડેમના દરવાજા ખોલાયા


વડોદરાની જીવાદોરી ગણાતી વિશ્વામિત્ર નદી પર બાંધવામાં આવેલા આજવા ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં તેની સપાટી 212.90 ફૂટ થઇ છે. જેના પગલે ડેમના 62 દરવાજા ખોલલામાં આવ્યા છે. જેના કારણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્ર નદીમાં પાણીની સપાટી વધી શકે છે અને શહેરમાં ફરી એકવાર મગર ધૂસી જવાનો ભય ફેલાતા તંત્રને એલર્ટ કરાયું છે.

તાપી નદીમાં પાણીની તેજ આવક

તાપી નદીમાં પાણીની તેજ આવક


ગુજરાતમાં તાપી અને નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહીને પગલે તંત્રને એલર્ટ રહેવા જણાવાયું છે કારણ કે તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદનું પાણી ઉકાઇ ડેમમાં ઠલવાતા ઉકાઇ ડેમમાંથી ત્રણ લાખ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. વરસાદ સતત ચાલુ રહ્યો તો ઉકાઈ ડેમમાંથી જો વધુ પાણી છોડવામાં આવશે તો સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.

નવસારીની પૂર્ણા નદીની સપાટી ભયજનક

નવસારીની પૂર્ણા નદીની સપાટી ભયજનક


નવસારી જિલ્લામાં હળવા વરસાદ છતાં ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે પૂર્ણા નદીની જળસપાટી સતત વધી રહી છે. સોમવારે સાંજે 7 વાગે આ સપાટી વધીને 15.5 ફૂટે પહોચીં છે. જેના પગલે તંત્ર એલર્ટ બન્‍યું છે.

રાજ્યમાં અત્યાર સુધીની વરસાદની ટકાવારી

રાજ્યમાં અત્યાર સુધીની વરસાદની ટકાવારી


રાજ્યમાં મોસમનો કુલ 79.04 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વિસ્તાર મુજબ ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની ટકાવારી નીચે મુજબ છે.

સૌરાષ્ટ્ર - 92.06 ટકા
કચ્છ - 74.06 ટકા
ઉત્તર ગુજરાત - 75.68 ટકા
પૂર્વ-મધ્ય ગુજરાત - 72.92 ટકા
દક્ષિણ ગુજરાત -69.59 ટકા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X